વાવાઝોડાની દિશા બદલાવાની શક્યતા : આંધ્ર-ઓડિશા કદાચ બચી જશે
ખાસ-ખબર સંવાદદાતા
દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં સર્જાયેલું ‘અસાની’ વાવાઝોડું વધુને વધુ શક્તિશાળી બની રહ્યું છે અને આજે સાંજ સુધીમાં જ ઓડિશા-આંધ્રના દરિયાકાંઠે પહોંચી જવાની શક્યતા છે. ઓડિશા, આંધપ્રદેશ, પશ્ચીમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી વચ્ચે એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અસાની વાવાઝોડુ ઉતર પશ્ચીમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
વાવાઝોડુ ઘણુ શક્તિશાળી બન્યું હોવાનું હકીકતને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ સહિતની સુરક્ષા એજન્સીઓને તૈનાત કરી દેવામાં આવી છે. ઓડિશા,આંધ્રપ્રદેશ, પશ્ચીમ બંગાળ સહિતના પાંચ રાજ્યોમાં ભારે વરસાદ થઇ શકે છે. વાવાઝોડાની ગતિ અને તીવ્રતા પર સતત વોચ રાખવામાં આવી
રહી છે.
આવતીકાલે વાવાઝોડુ આંધ્ર-ઓડિશા દરિયા કાંઠે તથા તેને સંલગ્ન ઉત્તર-પશ્ચીમ બંગાળન ખાડીમાં પહોંચી શકે છે ત્યાંથી ઉતર-પૂર્વ તરફ ફંટાઈને ઓડિશાના કાંઠે અને ઉત્તર-પશ્ચીમ બંગાળની ખાડી તરફ આગળ વધી શકે છે. વાવાઝોડુ કદાચ ઓડિશા અને આંધ્રપ્રદેશ સુધી નહીં પહોંચે, પૂર્વિય તટ તરફ સમાંતર આગળ વધશે અને ભારે વરસાદ વરસાવશે.
વાવાઝોડુ દિશા બદલી શકે તેવી શક્યતા વચ્ચે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં એલર્ટના આદેશ કરવામાં આવ્યા છે. બંને રાજ્યોમાં એનડીઆરએફ સહિતની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.


