રાજકોટ શહેર SOG શાખા, રાજકોટ ઇન્વીસીબલ એન.જી.ઓ.દ્વારા રાજકોટ શહેરની શાળા/કોલેજના તથા રાજકોટ બાઇકર્સ ગૃપના સહકારથી અધિક પોલીસ કમિશ્નર વિધી ચૌધરી આગેવાની અને પો.ઇન્સ. જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરની અલગ-અળગ સ્કુલ તેથા કોલેજના અંદાજે 1500 જેટલા વિદ્યાર્થીઓના સહયોગથી જિલ્લા પંચાયત ચોકથી પોલીસ હેડ ક્વાર્ટર સુધી એક વિશાળ માનવ સાંકળ બનાવીને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ શહેરની યુવા પેઢીને ડ્રગ્સના સેવનના કારણે થતું આર્થિક, સામાજીક, શારીરિક તેમજ દેશને થતાં નુકસાન અંગે જાગૃતિ આપવામાં આવી હતી. નશામુક્ત ભારત અભિયાન હેઠળ યુવાનોને નશાના રવાડે ચડતાં બચાવવા તેમજ નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અટકાવવાના મિશન અંતર્ગત રાજકોટ શહેર પોલીસની આ સરાહનીય કામગીરી કરી હતી.
SOG શાખા દ્વારા ‘NO DRUGS CAMPAIGN’ અંતર્ગત રેસકોર્સ ખાતે માનવ સાંકળ રચી રેલી

Follow US
Find US on Social Medias