મેંદરડા પંથકના હજારો ખેડૂતોએ વીજળી મુદ્દે કચેરીનો ઘેરાવ કર્યો
ખેડૂતોને રાત્રે વીજળી મળતાં રોષ
- Advertisement -
ધારાસભ્ય અરવિંદ લાડાણી સહિત ખેડૂતો ધરણાં પર ઊતરી આવ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ખેડૂતોને રાત્રે વીજળી મળતા ખેડૂતોમાં રોસ ફેલાયો છે ખેડૂતોએ આજ રોજ મેંદરડા પીજીવીસીએલ કચેરી ખાતે ઘેરાવ કરી હલ્લાબોલ કરવામાં આવેલ હતો એક હજારથી વધુ ખેડૂત એકત્ર થયા હતાં. મેંદરડા તાલુકાનાં ખેડૂતો છેલ્લા ઘણા દિવસથી રાત્રીના વીજળી આપવાના કારણે પરેશાન છે અને દીવસે વીજળી મળે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે થોડા દિવસો અગાઉ PGVCL કચેરીએ આવેદપત્ર પત્ર આપ્યું હતુ અને PGVCL કચેરીના અધિકારીએ દીવસે વીજળી આપવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
ત્યાર બાદ ખેડૂતોને રાત્રે વીજળી મળવાનું ચાલુ રહેતા આજે ફરી ખેડૂતો રોશે ભરાયા હતાં અને PGVCL કચેરીએ હંગામો મચાવ્યો હતો અને ધરણા પર ઉતરી આવ્યા હતા અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી સહીતના આગેવાનો દોડી આવ્યાં હતા અને કચેરી સામે ધરણા શરૂ કર્યાં હતા. મેંદરડા પંઠક ગીર જંગલ બોર્ડર નજીક આવેલ છે. તમામ ગામોને રાત્રે વીજળી મળવાથી જંગલી જાનવરનો સતત ભય જોવા મળેછે સિંહ, દિપડા અને જંગલી ભૂંડ સહીત વન્ય પ્રાણીના ઓથાર હેઠળ રાત્રીના વીજળી મળતા ખેતીને રાત્રીના સમયે પાણી પીવડાવા મજબૂર બન્યા છે ત્યારે ખેડૂતોને ચોક્કસ બાહેંધરી નહી મળે ત્યાં સુધી ધરણાં શરૂ રાખવાની માંગ કરી રહ્યા છે.
- Advertisement -
રાજ્યની ખેડૂતો માટેની સૂર્યોદય યોજના અધ્ધરતાલ…
સરકાર દ્વારા ખેડૂતોને દીવસે વીજળી આપવાની સૂર્યોદય યોજના રાજ્યના અનેક જીલ્લામાં હજુ કેટલાક તાલુકા વંચિત જોવા મળી રહ્યાં છે અનેક જીલ્લાના ખડુતો મૂશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેમાં ખાસ ગીર જંગલ બોર્ડર ના ગામનાં ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રે વીજળી મળતા ખેતી કામ કરી રહ્યા છે ત્યારે ખેડૂતો દીવસે વીજળી આપવાની માંગ સાથે રોશ જોવા મળી રહ્યો છે.
મેંદરડા PGVCL કચેરીમાં ખેડૂતોએ આજે હલ્લાબોલ કર્યું તેનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…