40થી વધુ શંકાસ્પદ બેંક એકાઉન્ટ, 50થી વધુ ફરિયાદો સહિત અનેક સનસનીખેજ ખુલાસાની સંભાવના
15 એકાઉન્ટ હોલ્ડરો સામે 50થી વધુ ફરિયાદો, અનેક ટ્રાન્ઝેક્શન અન્ય રાજ્યોમાંથી
- Advertisement -
પોલીસે બે દિવસના રિમાન્ડમાં હિરલબા અને હિતેશ પાસેથી મળ્યા વોટ્સએપ ચેટ, બેંક ટ્રાન્ઝેક્શનનાં સ્ક્રીનશોટ, ચેકના ફોટા સહિત સાયબર ફ્રોડના નક્કર પુરાવા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર શહેરના મહિલા અગ્રણી તરીકે ઓળખાતી હિરલબા જાડેજા અને તેમના સહયોગી હિતેશ ઓડેદરા વિરુદ્ધ નોંધાયેલ સાઇબર ક્રાઈમ કેસમાં પોરબંદર પોલીસની તપાસ દિનપ્રતિદિન ઊંડાણ ધરાવતા ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવી રહ્યા છે. પોલીસે આરોપી હિરલબા અને હિતેશને મંગળવારે જૂનાગઢ જેલ ખાતેથી હસ્તગત કર્યા બાદ બુધવારે અદાલતમાં રજુ કરતાં 10 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, જેને પગલે કોર્ટે બંનેને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. આ દરમિયાન પોલીસને કેટલાંક એવા પુરાવાઓ મળ્યા છે જેને આધારે સમગ્ર ગુજરાતમાં જ નહિ પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ કૌભાંડના ધોરણો સમજી શકાય છે. હિરલબા જાડેજા, જેમની ઓળખ એક મહિલા અગ્રણી તરીકે હતી, આજે સંભવિત સાઇબર મફિયા તરીકે ચર્ચામાં છે. પોરબંદર જેવી શાંત શહેરમાં આ પ્રકારનું મોટું કૌભાંડ પર્દાફાશ થવાથી સ્થાનિક સમાજ, રાજકારણ અને પોલીસ તંત્ર તમામ એકદમ સતર્ક થઈ ગયાં છે. હવે આખી પોરબંદર જનતા પોલીસની આગામી કાર્યવાહી પર તક્કરભેર નજર રાખી રહી છે. સંદિગ્ધ બેંક એકાઉન્ટની વાત કરીએ તો અત્યાર સુધીમાં પોલીસે 40થી વધુ બેંક ખાતાઓની ઓળખ કરી છે જેમાં 15 ખાતાધારકો વિરુદ્ધ 50થી વધુ સાઇબર ક્રાઈમના ગુના નોંધાયેલ છે. સૌથી મોટો ચોંકાવનારો પાસો એ છે કે આ ખાતાઓમાં થયેલા લાખો રૂપિયાનાં ટ્રાન્ઝેક્શનો અન્ય રાજ્યોમાંથી થયા છે અને તેની પાછળ હિરલબા તથા તેમના સાગરીતોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ કેસમાં કરેલા તપાસ દરમિયાન અનેક પ્રકારના ગુનાઓના ધોરણો સામે આવી રહ્યા છે જેમાં કેવળ ઓનલાઈન છેતરપિંડી જ નહિ પરંતુ પર્સનલ આઈડીનો દુરુપયોગ, નકલી દસ્તાવેજો અને ભોગ બનેલાઓના ખાતા ઉપયોગ કરીને પૈસાની હેરફેરના કિસ્સાઓ પણ સમાવિષ્ટ છે.
ડ્રાઈવરથી લઈને ગેંગના અનેક સભ્યો તપાસની ઝાંપટે
પોલીસે આ કેસમાં હિરલબા જાડેજા ઉપરાંત હિતેશ ભીમાભાઈ ઓડેદરા, પાર્થ સોનગેલા, મોહન રણછોડભાઈ વાજા, અજય મનસુખભાઈ ચૌહાણ અને હિરલબાના ડ્રાઈવર રાજુ મેરને પણ ફરિયાદમાં શંકાસ્પદ ગણાવ્યા છે. હિરલબાના ડ્રાઈવર રાજુ મેરનું નામ પણ ચર્ચામાં હોવાને પગલે તેના સંપર્કો અને વાહન યાત્રાઓના રેકોર્ડ પણ તપાસની ઝાંપટે છે.
- Advertisement -
આંગડિયા પેઢીઓ મારફતે ચાલતા હતું કૌભાંડ, લાખો રૂપિયાનું મની લોન્ડરિંગ
પોલીસ તપાસમાં એ પણ ખુલ્યું છે કે કેટલાક ટ્રાન્ઝેક્શન આંગડિયા પેઢીઓ મારફતે કરવામાં આવ્યા છે અને તેમાં વ્યાપારિક હવાલાની આડમાં કરોડો રૂપિયાનું મની લોન્ડરિંગ થયું છે. પોલીસ દ્વારા પેઢીઓના રેકોર્ડ ચકાસી રહી છે અને જરૂરી કાયદાકીય કાર્યવાહી માટે આવકવેરા વિભાગ અને નાણાકીય ગુના શાખાની પણ મદદ લેવામાં આવી શકે છે.
સબંધીતાઓ, સાગરીતો અને અન્ય મહિલાઓની સંડોવણીની પણ તપાસ
આ કેસમાં હિરલબા જાડેજા અને તેમના નિકટના સમાજના સભ્યો ઉપરાંત અન્ય કેટલાક યુવક-યુવતીઓ તથા મહિલાઓની પણ સંડોવણીના આક્ષેપો છે. પોલીસ આવા દરેક લોકોના ફોન ટેપિંગ, લોકેશન ટ્રેકિંગ તથા સોશિયલ મીડિયા પરની એક્ટિવિટીનું વિશ્લેષણ કરી રહી છે. કેટલાક આરોપીઓ પૈસા ઉપાડતી વખતે સીધા અઝખમાં કે કાઉન્ટર ઉપર દેખાતા ઈઈઝટ ફૂટેજ પણ મળી આવ્યા છે જે ગુનાની પૃષ્ટિ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
વોટ્સએપ ચેટમાંથી ટ્રાન્ઝેક્શનના ફોટા, ચેકની કોપીઓ મળી
ઉઢજઙ સુરજીત મહેડુએ જણાવ્યું હતું કે તપાસ દરમ્યાન અનેક મહત્વપૂર્ણ ડિજીટલ પુરાવાઓ હાથ લાગ્યા છે. જેમાં વોટ્સએપ ચેટ, ઈમેઈલ, ફોન કોલ રેકોર્ડ, ઓડિયો મેસેજ, ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ્સ, ચેકના ફોટા, ખાતાધારકોના આધાર કાર્ડ તથા પેન કાર્ડની નકલો સહિતના દસ્તાવેજો સામેલ છે. ખાસ કરીને વોટ્સએપમાં મળેલા ડોક્યુમેન્ટ્સ ગુનાની પૃષ્ટિ કરે એવા હોવાનું કહેવાઈ રહ્યું છે.
સબંધીતાઓ, સાગરીતો અને અન્ય મહિલાઓની સંડોવણીની પણ તપાસ
આ કેસમાં હિરલબા જાડેજા અને તેમના નિકટના સમાજના સભ્યો ઉપરાંત અન્ય કેટલાક યુવક-યુવતીઓ તથા મહિલાઓની પણ સંડોવણીના આક્ષેપો છે. પોલીસ આવા દરેક લોકોના ફોન ટેપિંગ, લોકેશન ટ્રેકિંગ તથા સોશિયલ મીડિયા પરની એક્ટિવિટીનું વિશ્લેષણ કરી રહી છે. કેટલાક આરોપીઓ પૈસા ઉપાડતી વખતે સીધા અઝખમાં કે કાઉન્ટર ઉપર દેખાતા ઈઈઝટ ફૂટેજ પણ મળી આવ્યા છે જે ગુનાની પૃષ્ટિ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
અદાલત દ્વારા રિમાન્ડ મંજૂર, વધુ મોટા ખુલાસાની શક્યતા
કોર્ટ દ્વારા આરોપીઓને મળેલા રિમાન્ડ દરમ્યાન હવે પોલીસે પોતાનું ગંથન વધુ મજબૂત બનાવીને વધુ લોકોને ધરપકડ કરવાની તૈયારી શરૂ કરી છે. આ કેસમાં જે તથ્યો સામે આવી રહ્યાં છે તે દર્શાવે છે કે ગુજરાતના ઇતિહાસમાં આ સૌથી મોટું સામૂહિક અને ટેક્નોલોજી આધારિત કૌભાંડ હોવાનું સમજી શકાય છે.