વિશ્વના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ “જેમ્સ વેબ ટેલિસ્કોપ” એ બ્રહ્માંડની પ્રથમ તસવીર જાહેર કરી છે. જે અત્યાર સુધી જોવા મળેલ બ્રહ્માંડનું સૌથી સારું સ્વરૂપ છે.
વિશ્વના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ “જેમ્સ વેબ ટેલિસ્કોપ” એ બ્રહ્માંડની પ્રથમ તસવીર જાહેર કરી છે. જે અત્યાર સુધી જોવા મળેલ બ્રહ્માંડનું સૌથી વધુ રિઝોલ્યુશન ધરાવતું ચિત્ર છે.
- Advertisement -
યુએસ પ્રમુખ જો બાયડને સોમવારે વ્હાઇટ હાઉસ ખાતે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ ફર્સ્ટ ઇમેજ દ્વારા લેવામાં આવેલી પ્રથમ તસવીર નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સનની હાજરીમાં રિલીઝ કરી હતી.
“વેબ સ્પેસ ટેલિસ્કોપની પ્રથમ ઇમેજ વિજ્ઞાન અને ટેકનોલોજી માટે એક ઐતિહાસિક ક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે. ખગોળશાસ્ત્ર અને અવકાશ સંશોધન માટે… અને અમેરિકા અને સમગ્ર માનવતા માટે,” યુએસ પ્રમુખે એક ટ્વિટમાં જણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે જુઓ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ લોકો માટે બ્રહ્માંડને જોવાની રીતને કેવી રીતે બદલશે તેની પ્રથમ ઝલક.
બાયડને વેબની પ્રથમ ઇમેજમાંથી એક પ્રકાશિત કરી છે, જે અત્યાર સુધી જોયેલા બ્રહ્માંડનું સૌથી ઊંડું દૃશ્ય દર્શાવે છે. આ પૂર્વાવલોકન પ્રોગ્રામમાં SMACS 0723 ની ઇમેજ પ્રદર્શિત કરી હતી.
- Advertisement -
નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને એક નિવેદનમાં કહ્યું, “આ આપણા બ્રહ્માંડની અત્યાર સુધીની સૌથી ડીપ ઇમેજ છે.” બાકીની હાઈ-રીઝોલ્યુશન કલર ઈમેજીસ 12 જુલાઈના રોજ રીલીઝ થશે. જે નાસાની વેબસાઈટ પર જઈને પણ જોઈ શકાય છે.
યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે તસવીરોના પ્રીવ્યુ દરમિયાન પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું કે “આ આપણા બધા માટે ખૂબ જ રોમાંચક ક્ષણ છે. આજનો દિવસ બ્રહ્માંડમાં એક રોમાંચક નવા અધ્યાયને દર્શાવે છે”.
👀 Sneak a peek at the deepest & sharpest infrared image of the early universe ever taken — all in a day’s work for the Webb telescope. (Literally, capturing it took less than a day!) This is Webb’s first image released as we begin to #UnfoldTheUniverse: https://t.co/tlougFWg8B pic.twitter.com/Y7ebmQwT7j
— NASA Webb Telescope (@NASAWebb) July 11, 2022
જેમ્સ વેબ ટેલિસ્કોપ
જેમ્સ વેબ ટેલિસ્કોપ એ અત્યાર સુધી અવકાશમાં લોન્ચ કરાયેલા સૌથી શક્તિશાળી ટેલિસ્કોપમાંનું એક છે. નાસાના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર પામ મેલરોયના નિવેદન અનુસાર, મિશનમાં 20 વર્ષ સુધી કામ કરવા માટે પૂરતી વધારાની ઇંધણ ક્ષમતા છે.
શુક્રવારે, નાસાએ જેમ્સ વેબના પ્રથમ પાંચ કોસ્મિક લક્ષ્યો જાહેર કર્યા. તેમાં કેરિના નેબ્યુલા, WASP-96b, સધર્ન રિંગ નેબ્યુલા, સ્ટીફન્સ ક્વિન્ટેટ અને SMACS 0723નો સમાવેશ થાય છે. લક્ષ્યોની પસંદગી આંતરરાષ્ટ્રીય સમિતિ દ્વારા કરવામાં આવી હતી, જેમાં નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી, કેનેડિયન સ્પેસ એજન્સી અને બાલ્ટીમોરમાં સ્પેસ ટેલિસ્કોપ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના સભ્યોનો સમાવેશ થાય છે.