સર્વેમાં સામેલ દસમાંથી છ મહિલાઓએ તેમના શહેરમાં એકંદરે “સુરક્ષિત” અનુભવે છે, જ્યારે 40 ટકા હજુ પણ પોતાને “અસુરક્ષિત” માને છે
રાષ્ટ્રીય વાર્ષિક અહેવાલ અને મહિલા સુરક્ષા સૂચકાંક (NARI) 2025 અનુસાર, કોહિમા અને મુંબઈ દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેરોમાં સ્થાન ધરાવે છે, જ્યારે દિલ્હી, કોલકાતા અને પટણા સૌથી નીચલા સ્તરે છે. એક સર્વેક્ષણમાં કોહિમા, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરને સૌથી સુરક્ષિત શહેરો માનવામાં આવ્યા છે. ‘મહિલા સુરક્ષા સૂચકાંક 2025’ અનુસાર રાંચી અને શ્રીનગરનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે.
- Advertisement -
મહિલા સુરક્ષાને લગતો સર્વેક્ષણ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો
દેશમાં મહિલા સુરક્ષાને લગતો સર્વેક્ષણ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે. ‘મહિલા સુરક્ષા સૂચકાંક (NARI) 2025’ મુજબ, દેશના 31 શહેરોમાં મહિલાઓ માટે કોહિમા, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર સૌથી સુરક્ષિત શહેરો છે. જ્યારે રાંચી અને શ્રીનગર સૌથી ઓછા સુરક્ષિત છે. મેટ્રોપોલિટન શહેરોમાં, મુંબઈ ટોપ-7માં સામેલ છે, જ્યારે દિલ્હી અને કોલકાતા સૌથી ઓછો સ્કોર ધરાવે છે.
ફરીદાબાદ, પટણા, જયપુરનો સ્કોર ખરાબ
- Advertisement -
પૂર્વોત્તરના શહેરો જેવા કે કોહિમા, આઇઝોલ, ગંગટોક અને ઇટાનગર મહિલા સુરક્ષા રેન્કિંગમાં મોખરે છે, કારણ કે ત્યાં ઉચ્ચ લિંગ સમાનતા અને સારી સુવિધાઓ છે. આ સર્વેક્ષણમાં, ફરીદાબાદ, પટણા અને જયપુર જેવા શહેરો નબળા માળખાગત સુવિધાઓ અને નબળી જવાબદારીને કારણે સૌથી ઓછા સુરક્ષિત જણાયા છે. આ સૂચકાંક તૈયાર કરવા માટે 12,770 મહિલાઓના મંતવ્યો અને અનુભવોને સામેલ કરવામાં આવ્યા છે.
શહેરોમાં 60% મહિલાઓ સુરક્ષિત મહેસૂસ કરે છે
પીવેલ્યુ એનાલિટિક્સ દ્વારા તૈયાર કરાયેલ ‘રાષ્ટ્રીય વાર્ષિક અહેવાલ અને મહિલા સુરક્ષા સૂચકાંક (NARI) 2025’ અનુસાર, શહેરોને 65%ના રાષ્ટ્રીય સરેરાશ સ્કોરના આધારે પાંચ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ અહેવાલ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાતકર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
સર્વે મુજબ, 60% મહિલાઓ તેમના શહેરોમાં સુરક્ષિત અનુભવે છે, જ્યારે 40% મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે. આ રિપોર્ટ જણાવે છે કે રાત્રિના સમયે સુરક્ષાની ભાવનામાં નોંધપાત્ર ઘટાડો થાય છે.