નોઈડા ટ્વીન ટાવરના ડિમોલિશનનો ખર્ચ કેટલો થયો અને આ કામગીરી દરમ્યાન શું-શું નુકશાન થયું અને સાથે-સાથે આ નુકશાનની ભરપાઈ કોણ કરશે ?
નોઈડા ટ્વીન ટાવરના ડિમોલિશન બાદ અને પહેલા શું થયું તેવા અનેક સવાલો તમારા મનમાં હશે. તો આજે આપણે જાણીશું કે, નોઈડા ટ્વીન ટાવરના ડિમોલિશનનો ખર્ચ કેટલો થયો અને આ કામગીરી દરમ્યાન શું-શું નુકશાન થયું અને સાથે-સાથે આ નુકશાનની ભરપાઈ કોણ કરશે ? આ તમામ પ્રશ્નોના જવાબ અમે આપીશું તમને.
- Advertisement -
28 ઓગસ્ટના રોજ નોઈડાના સેક્ટર-93Aમાં સ્થિત સુપરટેકના 32 માળના ટ્વીન ટાવરનું ડિમોલેશન ઇતિહાસના પાનામાં નોંધાઈ ચૂક્યું છે. લગભગ 300 કરોડના ખર્ચે બનેલા બંને અધૂરા ટાવર આંખના પલકારામાં ધૂળમાં મળી ગયા હતા. બ્લાસ્ટ પહેલા નોઈડા ઓથોરિટી અને પોલીસે વિવિધ ખાસ વ્યવસ્થા કરી હતી, આસપાસની સોસાયટીઓમાં રહેતા લોકો સવારે જ ખસેડી દેવાયા હતા. આ સાથે આ સોસાયટીઓની ઇમારતોને મોટા પડદાઓથી ઢાંકી દેવામાં આવી હતી જેથી ધૂળને જતી અટકાવી શકાય.
અધિકારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા
- Advertisement -
નોઈડાના સેક્ટર-93Aમાં સ્થિત સુપરટેકના 32 માળના ટ્વીન ટાવરનું ડિમોલેશનને લઈ અધિકારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. કારણ કે, દેશમાં પહેલીવાર આટલી મોટી ઇમારતો તોડી પાડવામાં આવી રહી છે અને બાજુમાં આવેલી સોસાયટીઓમાં બનેલા સેંકડો ફ્લેટની સલામતી એક મોટો પડકાર હતો. બપોરે 2.30 વાગે સાયરન વાગ્યું અને જોતા જ ઈમારત તૂટી પડી. જે બાદ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. બિલ્ડિંગનું ડિમોલિશન પ્લાન મુજબ થયું હતું.
#WATCH | 3,700kgs of explosives bring down Noida Supertech twin towers after years long legal battle over violation of construction laws pic.twitter.com/pPNKB7WVD4
— ANI (@ANI) August 28, 2022
ડિમોલેશન દરમ્યાન નુકશાન થયું પણ હવે ભરપાઈ કોણ કરશે ?
ટ્વીન ટાવરના ડિમોલેશન દરમ્યાન આસપાસની સોસાયટીઓમાં પણ થોડું નુકસાન થયું છે. નોઈડા ઓથોરિટીના સીઈઓ રિતુ મહેશ્વરીએ જણાવ્યું કે, જે પ્લાન બનાવવામાં આવ્યો હતો તે મુજબ ડિમોલિશનનું કામ પૂર્ણ થયું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં ATS ગામની લગભગ 10 મીટરની બાઉન્ડ્રી વોલને નુકસાન થયું છે. તેમજ ટ્વીન ટાવરની બાજુના કેટલાક ફ્લેટના કાચ પણ તૂટી ગયા છે. આ સમગ્ર ડિમોલિશન પ્રક્રિયામાં એમરાલ્ડ કોર્ટને કોઈ નુકસાન થયું નથી. એટીએસ વિલેજમાં તૂટેલી બાઉન્ડ્રી વોલ અને કાચને બ્લાસ્ટિંગ કંપની એડિફાઇસ એન્જિનિયરિંગ દ્વારા ટૂંક સમયમાં રિપેર કરવામાં આવશે. આ માટે સોસાયટીના રહીશોએ કોઈ ખર્ચ કરવો પડશે નહીં.
ત્રણ મહિના સુધી ફ્લેટમાં નુકશાન થશે તો વળતર કોણ આપશે ?
એક અહેવાલ અનુસાર ટ્વિન ટાવર તોડી પાડનાર મુંબઈ સ્થિત કંપની એડિફિસ એન્જિનિયરિંગે સાવચેતી તરીકે 100 કરોડનો વીમો પહેલેથી જ ઉતાર્યો હતો. તેનો સમયગાળો ત્રણ મહિના માટે માન્ય રહેશે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, આ વીમો ડિમોલિશન પ્રક્રિયા દરમ્યાન જોખમની આશંકાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. આ માટે ટાટા ઈન્સ્યોરન્સ સાથે કરાર કરવામાં આવ્યો છે. જો આગામી ત્રણ મહિના સુધી પણ આ ડિમોલિશનને કારણે ફ્લેટને કોઈ નુકસાન થશે, તો તેને આ વીમા દ્વારા સુધારવામાં આવશે.
ઓથોરિટી અને ફાયર બ્રિગેડે વોટર કેનન વડે ધૂળ હટાવી
ટ્વિન ટાવર તોડી પાડ્યા બાદ આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે ધૂળથી ઢંકાઈ ગયો હતો. જોકે, નોઇડા ઓથોરિટી અને વહીવટીતંત્રે તેની સાથે વ્યવહાર કરવાની તૈયારીઓ કરી લીધી હતી. ઈમારત ધરાશાયી થતાં જ એડિફિસ એન્જિનિયરિંગે સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ કર્યાની 15 મિનિટ પછી નોઈડા ઓથોરિટીની ટીમ અને ફાયર બ્રિગેડ ધૂળ દૂર કરવાના કામમાં જોડાઈ ગયા. આ માટે વોટર કેનન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
નોઈડા ઓથોરિટીના જણાવ્યા અનુસાર, 100 પાણીના ટેન્કર, 22 એન્ટી સ્મોગ ગન, 6 સ્વીપિંગ મશીન, 20 ટ્રેક્ટર-ટ્રોલી અને આરોગ્ય અને બાગાયત વિભાગના લગભગ 500 કર્મચારીઓ આસપાસના વિસ્તારો અને સોસાયટીઓમાં પહેલાથી જ તૈનાત હતા. સૌએ સાથે મળીને સોસાયટીની દિવાલોથી ઝાડ-છોડ અને રસ્તાઓ સુધીની ધૂળ દૂર કરવાનું કામ કર્યું હતું.
આ સાથે ધૂળના કારણે થતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે 6 સ્થળોએ મેન્યુઅલ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશનની સ્થાપના કરી હતી. જેના દ્વારા હવાની ગુણવત્તા પર નજર રાખવામાં આવી રહી હતી. ડિમોલિશન બાદ ઓથોરિટીના સીઈઓએ કહ્યું કે, રવિવારે બપોરે 2 અને 3 વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ પર PM-10 અને PM 2.5ના સમાન આંકડા મળ્યા હતા. જોકે, સાવચેતીના ભાગરૂપે આસપાસના લોકોને થોડો સમય માસ્ક પહેરવાની અપીલ પણ કરવામાં આવી હતી.