PMAY યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ: માંગરોળના ધારાસભ્યે ઉઠાવ્યા સવાલ
ધારાસભ્યે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, TDO સામે તપાસની માંગ
આવાસ યોજનામાં રિપેરિંગને નવું મકાન બતાવવાનું નાટક ?
- Advertisement -
ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખેલો પત્ર
મારા મત વિસ્તાર માંગરોળમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા આર.વી.ઓડેદરા દ્વારા સરકારી યોજનામાં કુલ 669 મકાનો મંજુર થયેલ જે પ્રધાનમંત્રી આવાસ યોજના (ઙખઅઢ)માં ગ્રામ્ય લેવલે બનતા મકાનોમાં ખુબ જ ભ્રષ્ટાચાર કરેલ છે. માંગરોળ તાલુકામાં મંજુર થયેલ મકાન જુના મકાન રીનોવેશન કરાવીને હપ્તાઓ મંજુર કરવા માટે એક મકાન દીઠ 40 થી 50 હજાર જેટલો આર્થિક વહીવટ કરીને હપ્તાઓ મંજુર કરે છે તો આની ઙખઅઢ યોજનામાં મંજુર થયેલ મકાનનાં ભ્રષ્ટાચારની તાત્કાલિક તપાસ કરવા મારી ખાસ ભલામણ સહ વિનંતી.
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ ઘરોના કામકાજમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઊઠ્યા છે. માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી ટીડીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. આક્ષેપ મુજબ ગ્રામ્ય વિસ્તારમાં જૂના મકાનોને માત્ર રીપેરીંગ કરીને નવા મકાનો તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને હજારો રૂપિયાના બિલો દાખલ કરવામાં આવ્યા છે. કુલ 669 આવાસો મંજૂર થયા હતા અને તેમાં ઘણાંમાં ગેરરીતિ હોવાનું ધારાસભ્યનું કહેવું છે. ભગવાનજી કરગઠીયાએ જણાવ્યું કે, આ એક મોટો ભ્રષ્ટાચાર છે. ગરીબોને હકના ઘરોમાં પણ ગેરરીતિ કરાઈ છે, જેના માટે જવાબદારો સામે તાત્કાલિક તપાસ થવી જોઈએ. તેમના આ આક્ષેપો બાદ મામલો ગરમાયો છે અને સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. હવે જોવું રહ્યું કે તંત્ર અને સરકાર કેટલાં પડકારજનક રીતે આ મામલે પગલાં લે છે. જૂનાગઢ જિલ્લામાં હવે સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામિણ (PMAY-G) ભ્રષ્ટાચારના ઘેરામાં આવી ગઈ છે.
માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાએ પીએમ આવાસ યોજના હેઠળ ગામડાઓમાં થયેલા ઘરોના કામકાજમાં ગંભીર ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરતાં ભારે રાજકીય ગરમાવો સર્જાયો છે. ધારાસભ્યએ તટસ્થ તપાસની માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને ટીડીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામિણ (PMAY-G) કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરાયેલ એક લોકકલ્યાણકારી યોજના છે, જેનાનું મુખ્ય લક્ષ્ય છે કે દેશમાં ઘરવિહોણા લોકો માટે પાયા પરથી ઈંટ ગોઠવીને રહેવા યોગ્ય પક્કા આવાસ બનાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવી. આ યોજનામાં પાત્ર લાભાર્થીને રૂપિયા 1.20 લાખ જેટલી રકમ સરકાર તરફથી આપવામાં આવે છે. જિલ્લાની અંદર આ યોજના અંતર્ગત કુલ 669 આવાસોની મંજૂરી આપવામાં આવી હતી. આયોજક તંત્ર અને પધ્ધતિ પ્રમાણે, દરેક લાભાર્થીને જમીન અને જરૂરી કાગળના આધારે આવાસની રકમ હપ્તામાં આપવામાં આવવી જોઈએ. પણ અહીં જે દ્વશ્ય સામે આવ્યું છે તે ચોંકાવનારૂ છે.
- Advertisement -
માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાએ નોંધાયેલા બનાવ મુજબ એવો દાવો કર્યો છે કે કેટલીક ગ્રામ પંચાયતોમાં ઙખઅઢ યોજનાનું અમલ ખોટી રીતથી કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે જૂના મકાનોને માત્ર રીપેરીંગ કરીને તેમને નવા પક્કા મકાન તરીકે બતાવવામાં આવ્યા છે. એ મકાનો માટે કાગળ પર નવા મકાન જેવી તાપસી અને ખર્ચની વિગત દર્શાવવામાં આવી છે જેમ કે નવો પ્લાસ્ટર, નવો છાપરો, નવું પાટીયું વગેરે અને આ બધા કામના હજારો રૂપિયાના બિલો પણ રજૂ કરવામાં આવ્યા છે. એમના કહેવા મુજબ, 669માંથી ઘણા આવાસો જમીન પર હકીકતમાં ઊભા થયા જ નથી. ઘણા સ્થળોએ ફક્ત કાગળ પર જ મકાન બનાવ્યા છે. આ સંજોગોમાં સરકારી પૈસા ઉપાડી લેવા માટે બિલો, ફોટો, પ્રમાણપત્રો અને ઓનપેપર પ્રમાણિત કામગીરી દીઠ ભ્રષ્ટાચાર થયો હોવાનો તેમનો આક્ષેપ છે.