રિસાઈકલ પ્લાસ્ટિકના ઉત્પાદનોમાં: ખતરનાક કેમિકલ મળી આવ્યા: ટોકિસક લિંકનાં સ્ટડીમાં ખુલાસો
રિસાઈકલ પ્લાસ્ટીકમાંથી બનેલ પ્રોડકટથી લોકો બિમાર પડી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. રિસાયકલ પ્લાસ્ટીકનાં ઉત્પાદનમાં ખતરનાક કેમિકલ હોવાનો ખુલાસો ટોકિસક લિંકનાં સ્ટડી રિપોર્ટમાં થયો છે. આ ઉત્પાદનો સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. સ્ટડી ખાસ કરીને ખોરાકનાં પ્લાસ્ટીક પેકીંગ અને પ્લાસ્ટીકનાં રમકડા પર કરવામાં આવ્યો છે.
- Advertisement -
પ્લાસ્ટીક પ્રદુષણને લઈને વધતી ચિંતા અને ઉદ્યોગો દ્વારા પ્લાસ્ટીક રિસાયકલને ખરા સમાધાન તરીકે અપનાવવા પર જોર દેવામાં આવી રહ્યું છે. પણ આપણે તેનું આકલન નથી કરતા કે પ્લાસ્ટીક રિસાયકલ બાદ જે ઉત્પાદન બની રહ્યા છે તે કેટલા સુરક્ષિત છે.
સંશોધનથી સાબિત થયુ છે કે, રિસાયકલ પ્લાસ્ટીક સાફ નથી તેમાં અનેક ખતરનાક કેમિકલો હોય છે. આ પરિસ્થિતિમાં જયારે પ્લાસ્ટીક રિસાયકલને પ્રોત્સાહન આપવામાં આવે છે. ટોકિસક લિંકાનો આ રીપોર્ટ તેની સાઈડ ઈફેકટ પર પણ ધ્યાન ખેંચે છે.
પરિણામો બરાબર નહિં
- Advertisement -
67 ટકા ઉત્પાદનોમાં ફેથલેટસ કલોરિનયુકત પેરાફીન હેવી મેટલ, બિસ્ફેનોલએ અને નોલિલિ ફોનેલમાંથી એકથી વધુ કેમિકલ મળી આવેલા 86 ટકા રમકડામાં ખતરનાક કેમિકલ મળેલ.
મસાલાના ડબ્બામાં પણ કેમિકલ મળી આવ્યા
મસાલાનાં ડબ્બાનાં 161 મિલીગ્રામ દર કિલોએ પાણીની બોટલમાં 0.34 મિલીગ્રામ કેમિકલ મળી આવેલ.
પ્રજનન પણ અસર
ઉત્પાદનોમાંથી મળેલ કેમિકલ સ્વાસ્થ્યને તો નુકશાન પહોંચાડે છે તેનાથી પ્રજજન પ્રણાલી અને ગર્ભાવસ્થા પર પણ અસર પડી શકે છે.
પ્લાસ્ટીકમાંથી ઝેરીલા રસાયણો હટાવવા પર થાય ફોકસ
ટોકિસક લિંકનાં એસોસીએટ ડાયરેકટર સતીષ સિંહાએ જણાવ્યું હતું કે, આ બધી પ્રોડકટ પર કાર્યવાહી થવી જોઈએ.પ્લાસ્ટીકનાં આડેધડ રિસાઈકલ કરવાની વકીલાત થવી જોઈએ. બલકે તેમાંથી ઝેરીલા રયાસણ હટાવવા પર ફોકસ હોવુ જોઈએ.