રેડ-સી ક્ષેત્રમાં સતત વધતો તનાવ : ઈરાન એલર્ટ
યમન પર એરસ્ટ્રાઈક કરી રહેલા અમેરિકી યુદ્ધજહાજના કાફલા પર મિસાઈલ – ડ્રોનથી હુમલા : ટ્રમ્પ ભડકયા : આક્રમણ વધારવા આદેશ : યમનમાં પાંચ બાળકો સહિત 53ના મોત
અમેરિકાએ યમન સ્થિત અને ઈરાન સમર્થીત હુથી સંગઠનના ત્રાસવાદીઓ સામે ઉતરીય રેડ-સી ક્ષેત્રમાં શરૂ કરેલી એરસ્ટ્રાઈક અને 53થી વધુ હુથી-યમનના પાંચ બાળકો સહિત 53ના થયેલા મોત વચ્ચે હવે હુથી સંગઠને છેલ્લા 24 કલાકમાં બે વખત અમેરિકી યુદ્ધ જહાજો પર રોકેટ તથા મિસાઈલ દાગતા તનાવ વધી ગયા છે.
- Advertisement -
હુથી સંગઠનના પ્રવકતાએ જાહેર કર્યુ કે, 24 કલાકમાં બીજી વખત હુથી લડવૈયાઓએ મીસાઈલ અને ડ્રોનથી અમેરિકી યુદ્ધજહાજ યુએસએસ ટૂમેન અને તેના અનેક સાથી જહાજો પર હુમલો કર્યો હતો. હુથીએ દાવો કર્યો કે તેના દ્વારા 18 મિસાઈલ અને એક ડ્રોનથી આ હુમલા કરાયા છે. બીજી તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યમનમાં હુથી સહિતના સંગઠનો પર હુમલા વધારવા આદેશ આપ્યો છે. અમેરિકા આ ક્ષેત્ર જે રેડ-સી રૂટ તરીકે ઓળખાય છે તેમાંથી પસાર થતા વ્યાપારી જહાજો ખાસ કરીને ઈઝરાયેલ અને અમેરિકી જહાજોને નિશાન બનાવી રહ્યા છે. આ ક્ષેત્ર સમુદ્રી વ્યાપારી રૂટના 12% જેટલા જહાજો માટે માંગ છે.
જો કે હુથી સંગઠને જાહેર કર્યુ કે હમાસ સાથે ઈઝરાયેલના યુદ્ધ વિરામ બાદ આ પ્રકારે હુમલા થતા નથી પણ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શાસનના આગમન બાદ જે રીતે પેલેસ્ટાઈનમાં જબરા બ્લોકેજ કરાયા છે અને ગાઝાપટ્ટીના રહેવાસીઓને પરત આવવા દેવાતા નથી તે મુદે અમો અમેરિકા-ઈઝરાયેલને વિરોધ ચાલુ રાખીએ છીએ. હવે યમન પર હુથીના હુમલાને ઈરાન કઈ રીતે જુએ છે તેના પર સૌની નજર છે.