રાજ્યમાં માત્ર ઉનાને દેશની સર્વશ્રેષ્ઠ 8 પાલિકામાં સ્થાન
રાજકોટના પ્રોજેક્ટની સૌથી વધુ વિદ્યાર્થી અને ઈજનેરોએ મુલાકાત લીધી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં નેશનલ હાઉસિંગ કોન્ક્લેવનું ઉદઘાટન વડાપ્રધાને કરતા પ્રથમ દિવસે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીના હસ્તે આવાસ યોજનાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા રાજ્યોને એવોર્ડ અપાયા હતા જેમાં ગુજરાતને 5 એવોર્ડ મળ્યા છે જે પૈકી એક એવોર્ડ રાજકોટના પ્રોજેક્ટ બદલ મળ્યો છે. કોન્ક્લેવમાં પ્રથમ દિવસે આવાસ બનાવવામાં અલગ અલગ ક્ષેત્રો કામ કરવા બદલ એવોર્ડ અપાયા હતા જે પૈકી રાજ્યો માટે કુલ 31 એવોર્ડ અપાયા હતા જેમાં ગુજરાત રાજ્યને 5 એવોર્ડ મળ્યા છે. આ એવોર્ડમાંથી એક એવોર્ડ લાઈટહાઉસ પ્રોજેક્ટમાં સૌથી વધુ ટેક્નોગ્રાફીઓની મુલાકાત બદલ છે. ઉના નગરપાલિકાની દેશની સૌથી શ્રેષ્ઠ કામગીરી કરનારી 8 નગરપાલિકાઓમાં સ્થાન મળ્યું છે.
ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, મણિપુર સહિતનાને એવોર્ડ મળ્યા છે જેમાં ગુજરાત સૌથી આગળ રહ્યું છે. ટેક્નોગ્રાફી એટલે કે એવા વિદ્યાર્થી અને ઈજનેરો કે જે આવાસની નવી ટેક્નોલોજીમાંથી શીખવા માગે છે. રાજકોટના લાઈટહાઉસ પ્રોજેક્ટમાં માત્ર સૌરાષ્ટ્ર ગુજરાતના જ નહિ પણ અન્ય રાજ્યોમાંથી પણ વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ઈજનેરો આવતા હતા અન્ય રાજ્યોમાં ચાલતા લાઈટહાઉસ પ્રોજેક્ટ કરતા રાજકોટમાં આ સંખ્યા સૌથી વધારે રહેતા એવોર્ડ અપાયો છે. આ સિવાય બીજી શ્રેણીમાં મહાનગરપાલિકા વિસ્તાર સિવાયમાં આવાસની કામગીરીનું મૂલ્યાંકન કરાયું હતું જેમાં ગુજરાતમાંથી એક માત્ર ઉનાને એવોર્ડ મળ્યો છે.