સરકારે ખાદ્યતેલની સ્ટોક લિમિટ નક્કી કરતા તેલના ભાવમાં ઘટાડો થાય તેવી આશા હતી
ખાસ-ખબર સંવાદદાતા
એક તરફ કેન્દ્ર સરકારે ખાદ્યતેલને લઇને સ્ટોક લિમિટ નક્કી કરતા તેલમાં ભાવ વધારો અંકુશમાં આવે તેવી આશા હતી. પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યુ છે.
મોટાભાગે ગૃહિણીઓ સિંગતેલનો વપરાશ કરતી હોય છે ત્યારે સિંગતેલમાં 60 રુપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2હજાર 360 રુપિયે પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં પણ 50 રુપિયાનો વધારો નોંધાતા તેલના ડબ્બાનો ભાવ 2 હજાર 150 રુપિયા થયો છે. આ ઉપરાંત પામોલિન અને મકાઇના તેલના ભાવમાં પણ એક ડબ્બે 50 રુપિયાનો વધારો થયો છે.


