નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાની જાહેરાત શુક્રવારે કરવામાં આવશે, પરંતુ પુરસ્કારના અનુભવી નિરીક્ષકોનું કહેવું છે કે તે ડોનાલ્ડ ટ્રમ્પ હોવાની શક્યતા બહુ ઓછી છે.
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાતના ગણતરીના કલાક પહેલાં જ રશિયાએ ટ્રમ્પને સમર્થન જાહેર કર્યું છે. નોબેલ શાંતિ પુરસ્કારની તીવ્ર ઈચ્છા ધરાવતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લા કેટલાક સમયથી આ પુરસ્કારના હકદાર હોવાની ભલામણ કરી ચૂક્યા છે. આજે બપોરે 2.30 વાગ્યે નોબેલ શાંતિ પુરસ્કાર 2025ના વિજેતાની જાહેરાત થાય તે પહેલાં જ રશિયાએ તેમની આ ઈચ્છાને સમર્થન આપ્યું છે.
- Advertisement -
રશિયાએ આપ્યું સમર્થન
ટ્રમ્પની રશિયા વિરૂદ્ધની અડોડાઈ વચ્ચે રશિયાએ સત્તાવાર ધોરણે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર આપવા ભલામણ કરી છે. તેણે સમર્થન આપ્યું છે કે, ટ્રમ્પે યુક્રેન યુદ્ધનો અંત લાવવા અથાગ પ્રયાસો કર્યા છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ પણ ટ્રમ્પને નોબેલ માટે નોમિનેટ કરવાની જાહેરાત કરી છે. તેમણે ગુરૂવારે જણાવ્યું હતું કે, જો ટ્રમ્પ યુક્રેન યુદ્ધવિરામ લાવવામાં સફળ રહ્યા તો કિવ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરશે.
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, આજે બપોરે નોબેલ શાંતિ પુરસ્કાર 2025ના વિજેતાની જાહેરાત થશે. વિશ્વના સૌ કોઈની નજર આ પુરસ્કાર પર છે. ટ્રમ્પ પોતે વિશ્વના સાત યુદ્ધ રોકાવ્યા હોવાનો દાવો કરતાં પોતાને શાંતિ પુરસ્કારના હકદાર ગણાવી રહ્યા છે. તેઓ નોબેલ શાંતિ પુરસ્કારને અમેરિકાનું ગૌરવ ગણાવતાં આ પુરસ્કાર પોતાને આપવા ભલામણ કરી રહ્યા છે. ગઈકાલે જ તેમણે નિવેદન આપ્યું હતું કે, મેં વિશ્વમાં સાત યુદ્ધ રોકાવી શાંતિ સ્થાપિત કરી છે. પરંતુ આ લોકો મને તેના માટે નોબેલ શાંતિ પુરસ્કાર આપશે નહીં. બીજી તરફ મોટાભાગના નિષ્ણાતોના મતે પણ તેઓ આ શાંતિ પુરસ્કારના હકદાર ન હોવાનો દાવો થઈ રહ્યો છે.
- Advertisement -
રશિયાએ વારંવાર કહ્યું છે કે તે યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવાના ટ્રમ્પના પ્રયાસો માટે આભારી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ગુરુવારે પ્રકાશિત કરેલી ટિપ્પણીમાં જણાવ્યું હતું કે જો તે યુદ્ધવિરામ લાવવામાં સફળ થાય તો કિવ ટ્રમ્પને નોબેલ માટે નોમિનેટ કરશે, જેની તેઓ ખુલ્લેઆમ લાલચ કરે છે.