પૂર્વ એશિયામાં ભીષણ ઠંડી-બરફવર્ષા: અફઘાનિસ્તાનમાં ઠંડીથી 162 લોકોના મોત: સેટેલાઈટ ડેટામાં મોટો ખુલાસો
દુનિયાભરમાં ઋતુઓ એકિસ્ટ્રીમ કાતિલ બની રહી છે.હવામાનના મારનો દુનિયા સામનો કરી રહી છે. સેટેલાઈટ ડેટા બતાવે છે કે યુરોપ વર્ષોથી ગંભીર દુકાળનો સામનો કરી રહ્યું છે.જયારે ઉતર-પૂર્વ એશિયા કડકડતી ઠંડી અને બરફ વર્ષાથી જામ થઈ રહ્યું છે. પુરા વિશ્ર્વમાં મોસમનો મિજાજ બદલાયો છે.
- Advertisement -
યુરોપમાં ભૂજળમાં ખાસ વધારો નહીં
ગ્રાજ યુનિવર્સીટી ઓફ ટેકનોલોજીનાં વૈજ્ઞાનિકોનાં સંશોધન અનુસાર પૂરા યુરોપમાં ભૂજલ સ્તર 2018 થી સતત ઓછુ થઈ રહ્યું છે. ત્યારથી ભુજળ સ્તરમાં ખાસ વધારો નથી થયો અને તે ઓછુ રહ્યું છે તેમણે દુનિયાનાં ભૂજળ સંસાધનોનું નિરિક્ષણ કરવા માટે ઉપગ્રહ ગ્રેવિમેટીનો ઉપયોગ કર્યો હતો અને હાલના વર્ષોમાં તેના પરિવર્તનનું દસ્તાવેજીકરણ કર્યું છે.
લાંબા દુકાળની અસર ગત વર્ષે નજરે પડી
- Advertisement -
લાંબા દુકાળની અસર યુરોપમાં 2022 ની ગરમીમાં સ્પષ્ટ નજરે પડી હતી. માત્ર પાણીમાં રહેનારી પ્રજાતિને મુશ્કેલી નહોતી પડી પરંતુ સુકી માટીએ કૃષિ માટે પણ અનેક સમસ્યાઓ પેદા કરી હતી.સંશોધનમાં જાણવા મળ્યુ હતું કે યુરોપમાં પાણીની સ્થિતિ હવે ખતરનાક થઈ ગઈ છે.
ઉતર-પૂર્વ એશિયામાં ભીષણ ઠંડી-બરફ વર્ષા: પૂર્વોતર એશીયાના દેશો ભીષણ ઠંડીનો સામનો કરી રહ્યા છે.અહીં તાપમાન છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછુ થઈ ગયુ છે અને બરફ વર્ષાની જનજીવન પર અસર પડી છે. દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં તાપમાન સતત બે દિવસ સુધી માઈનસ 15 ડિગ્રી સેલ્સીયસથી નીચે રહ્યું હતું.સિઓલ અને દેશના કેટલાંક ભાગોમાં ભારે હિમવર્ષાની પણ ચેતવણી છે.
મધ્ય અને ઉતરી જાપાનનાં કેટલાંક ભાગો અગાઉથી જ એક દાયકામાં ઓછા તાપમાન અને ભારે બરફ વર્ષાનો સામનો કરી રહ્યા છે.જેથી વિમાન યાત્રા માર્ગ વાહન વ્યવહારને પણ અસર થઈ છે. ચીનના મોહે શહેરમાં તો તાપમાન માઈનસ 53 ડીગ્રી સેલ્સીયસ નોંધાયુ હતું.
અફઘાનીસ્તાનમાં ઠંડીથી 162 ના મોત
અફઘાનીસ્તાનમાં એક દાયકાથી વધુ સમયના સૌથી ખરાબ શિયાળામાં શીત લહેરથી 160 થી વધુ લોકોના મોત થયા છે.લોકો ઠંડીમાં ઘરોને ગરમ રાખવા માટે ઈંધણનો ખર્ચ સહન કરવા માટે અસમર્થ છે.આપતિ વ્યવસ્થાપન મંત્રાલયનાં પ્રવકતા શફીઉલ્લાદ રહીમીએ કહ્યું હતું કે 10 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ઠંડીના કારણે 162 લોકોના મૃત્યુ થયા છે. 15 વર્ષમાં સૌથી વધુ ઠંડી પડે છે. જેમાં તાપમાન માઈનસ 34 ડીટા સેલ્સીયસ સુધી પહોંચ્યુ છે.