સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ:
દિવાળી – અમાસના દિવસે સૂર્યગ્રહણ અને કાર્તકસુદ પૂનમે ચંદ્રગ્રહણ… આમ ફક્ત 15 દિવસ માં બે ગ્રહણ, એક અભૂતપૂર્વ ઘટના છે. આને કારણે.. વિશ્વ અને ભારતીય જનતા માટે, લાંબા સમય સુધી અસરકારક રહેશે. આ સમયમાં, સામાજિક, આર્થિક અને રાજકીય ઉથલપાથલ દર્શાવી રહી છે. પરંતુ આપણે સૌ શ્રધ્ધાળુઓ અને ભગવદ્ભક્ત હોવાને કારણે, માનસિક રીતે સ્વસ્થ રહી શકીશું. બાકીની રાશિઓ પર થનારી ઓછી વધતી અસર, પોતાના જન્મના ગ્રહો પર આધારિત છે. શુભેચ્છાઓ સાથે.
મેષ (અ, લ, ઇ)
જમીન સંબંધી કાર્યમાં સાનુકૂળતા જણાય, માનસિક ચિંતા દૂર થતી જણાય. અંગત સંબંધોમાં સમર્પણની ભાવના રાખવી અને નાણાકીય નવો માર્ગ જણાય, યાત્રા-પ્રવાસ સાનુકૂળ રહે. હોસ્પિટલમાં દાખલ થયેલા સ્વજનો ના સારા સમાચાર મળે. વેપારના પ્રોબ્લેમનું નિરાકરણ થતું જાય, દાંપત્ય જીવનનું મધુર ફળ ચાખવા મળે, વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો. આર્થિક કાર્યોમાં પીરજથી આગળ વધવું.
- Advertisement -
વૃષભ (બ,વ,ઉ)
આપની વફાદારીનું ઉત્તમ ફળ ચાખવા મળે સાથે વિચાર સકારાત્મક રાખવા હિતાવહ, આર્થિક ઉતાર ચઢાવસંભવ, કાર્ય ફળ ધર્યા કરતા ઓછું મળતું જણાય તથા મનભેદ મતભેદ ટાળવા, પ્રિયજન સાથે ગાળેલો સમય યાદગાર બની રહેશે. પરિવારજનો સાથે કોઈ પ્રવાસ યાત્રાએ જવાનો પ્લાન બની શકે અને કળથી કામ લેવું, વેપાર ક્ષેત્રે નવા રોકાણ સંભવ. ગૃહજીવનમાં સંવાદિતા જણાય, સાંજના કામમાં સાનુકુળતા જણાય.
મિથુન (ક, છ, ઘ)
આ સપ્તાહે ઉતાવળે લીધેલો નિર્ણય તમારા માટે કેટલીક મુશ્કેલી સર્જી શકે છે, માટે શાંતિથી કામ લેવું. જોકે પારિવારિક વાતાવરણ ઉલ્લાસમય રહેશે, ધર્મ કાર્ય સંભવ. નવા સાહસો વિચારીને કરવા, ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય, મંગળવારે દિવસના અંતે સારા સમાચારની પ્રાપ્તિ સંભવ. અંગત મૂંઝવણ દૂર થતી જણાય સાથે જ આર્થિક આયોજનો મધુર ફળ આપતા જાાય, દામ્પત્યજીવનમાં ઉમંગ જળવાઈ રહેશે.
કર્ક (ડ, હ)
સપ્તાહ દરમિયાન સહકાર સારો મળી રહે. વાહન શાંતિથી ચલાવવું. મંગળવારે દિવસ દરમ્યાન કામમાં વ્યસ્ત રહેવાનું બને. કેટલીક અનિવાર્ય પરિસ્થિતિ આપને બેચેન કરી શકે છે તથા યાત્રા પ્રવાસ ટાળવા હિતાવહ, બુધવારે ઋતુગત બીમારીથી સચેત રહેવું. પરદેશના કામમાં સાનુકૂળતા જણાય. ધંધામાં નવી કોઇ વાતચીત કે ઓફર આવે. શુક્રવારે ભાઇભાંડુનો સાથ-સહકાર મળે. નિર્ધારિત કાર્ય આગળ વધતાં જણાય અને પરિવારમાં ખુશીનું વાતાવરણ સર્જાય.
- Advertisement -
સિંહ (મ, ટ)
સપ્તાહ દરમિયાન વડિલો અને પરિવારજનો દ્વારા મદદ મળી રહે. મંગળવારે શાંતિથી દિવસ પસાર કરી લેવો. બુધવારે વાદ-વિવાદ મનદુ:ખથી સંભાળવું પડે. આર્થિક મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય. રાજકીય – સરકારી કામમાં ધ્યાન રાખવું. ગુરુવારે ખોટી ઉતાવળ કરવી નહીં. કોર્ટ-કચેરીના કામ અંગે દોડધામ તથા વ્યસ્તતા રહે. સીઝનલ ધંધામાં હરિફાઇ રહે. શનિવારે આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે થોડી નાણાંભીડ જણાય.
કન્યા (પ, ઠ, ણ)
આપને કામ કરવાનો ઉત્સાહ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. આ સાથે, નોકરી-ધંધાના કાર્યમાં કોઇ ને કોઇ રૂકાવટ રહે. સંયુક્ત ધંધામાં પિતા કે વડીલ સાથે મતભેદ ઊભા થાય. માટે ધીરજ રાખવી. શનિવારે નોકર-ચાકરવર્ગના સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. ગુરુવારે પરદેશના કામમાં સરળતા જણાય. મંગળવારે શેરબજારમાં ધંધામાં સાનુકૂળતા રહે. સપ્તાહ દરમિયાન મગજ પર કાબુ રાખવાથી શાંતિથી સારું પરિણામ મળે.
તુલા (ર, ત)
આર્થિક ખર્ચ વધુ થતો જણાય છે માટે ખોટા ખર્ચા પર કાપ મૂકવો, આ સપ્તાહ દરમિયાન આરોગ્યને લગતી કોઈપણ બાબતની અવગણના ન કરવી. અભ્યાસ ક્ષેત્રે સફળતા મળતી જણાય. નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાશે . વિદેશના અટકેલા કાર્ય પૂર્ણ થઇ શકે. ઘરની માનસિક ચિંતા હળવી બનતી જણાય. આર્થિક તથા વેપાર ક્ષેત્રે સંભાળવું. નોકરી ધંધામાં સ્થિતિ મજબૂત બનતી જણાય. સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે વધારે પ્રયાસ જરૂરી છે . મંગળવારે વડીલોના સ્વાસ્થ્ય અંગેની ચિંતા હળવી બને. ગુરુવારે નાણાકીય લેવડદેવડમાં કાળજી રાખવી.
વૃશ્ર્ચિક (ન, ય)
કૌટુંબિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ થાય તેમ જ અટકેલા કાર્યો પૂર્ણ થતા જણાય, આર્થિક પ્રશ્નો ઉકેલાય. એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ હોય તો તે હળવી થતી જણાય તથા નાણાકીય મદદ મળી રહે, મુસાફરીમાં સાચવવું. આર્થિક અનુકૂળતાથી તમારું મન પ્રસન્ન રહેશે અને કાર્યક્ષેત્ર વિસ્તૃત થતું જણાય, સોમવારનો દિવસ આનંદિત રીતે પસાર થાય. મહત્ત્વના કાર્યમાં સૂઝબૂઝથી આગળ વધવું સાથે આર્થિક નવી તક જણાય, શુક્રવારે ગેરસમજ મનદુ:ખ ટાળવા હિતાવહ જણાય છે.
ધનુ (ભ, ધ, ઢ, ફ)
આપના પ્રયત્નના મધુર ફળ ચાખી શકાય. તમારી દિનચર્યામાં સામાન્ય બદલાવ જરૂરી લાગે છે , આર્થિક રોકાણમાં સાચવવું. નવી યોજનાનું આયોજન સંભવ બને તેમ જ પડતર પ્રશ્નોનું નિરાકરણ જણાય, મંગળવારે દિવસભર શારીરિક ઊર્જા સારી જણાય. નકામી વાતોમાં સમય વધારે પસાર કરવો નહિ. ગૃહસ્થ જીવનના મતભેદો દૂર થતા જણાય, યાત્રા-પ્રવાસ સાનુકૂળ નિવડે. પડતર કાર્ય પૂર્ણ થતા જણાય. મંગળવારે દામ્પત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે,
મકર (ખ, જ)
આ સપ્તાહ દરમિયાન ઉતાવળિયું પગલું ભરવું હિતાવહ નથી. કલાજગત સાથે સંકળાયેલા વ્યક્તિ માટે નવી તકનું નિર્માણ થાય, પરંતુ બોલવામાં સંયમ રાખવો જોઈએ. કૌટુંબિક અને આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય સાથે જ નવા બંધો રચાય, બિનજરૂરી આર્થિક સાહસ ટાળવું હિતાવહ. નોકરીના ક્ષેત્રે કપરા ચઢાણ જણાય તથા કેટલીક અનિવાર્ય સ્થિતિ આપને બેચેન કરી શકે છે, અધિકારી સાથેના મન-દુ:ખ ટાળવા. રવિવારના દિવસે પારિવારિક સમય અતિ મધુર જણાય,
કુંભ (ગ, શ, સ)
મંગળના રાશિ પરિવર્તનને કારણે, થોડા દિવસ સંભાળવા પડે. બેન્કોના કામમાં, નાણાંની લેવડ-દેવડ જામીનગીરીમાં સંભાળીને કામ કરવું, નહીં તો મુશ્કેલી અનુભવો તેવું બને. રસ્તામાં આવતા જતા પૈસા, મોબાઇલનું ધ્યાન રાખવું. નહીંતર તકલીફ આવી પડે. નોકરી કે ધંધાના કામમાં કે પછી ભાગીદારી વાળા ધંધામાં શાંતિ રાખશો તો રાહત જણાશે. રવિવારે વિલંબમાં પડેલ કામ ઉકેલાય. મંગળવારે ચિંતા-ખર્ચ થાય, બુધવારે નોકરી ધંધાના કામની ચિંતા હળવી રહે. પરંતુ માનસિક પરિતાપ રહે. શુક્રવારે કામમાં વ્યસ્તતા રહે. ચાલુ કામ થાય પરંતુ ખોટા લોકોથી સંભાળવું.
મીન (દ, ચ, ઝ, થ)
સ્થાવર સંપત્તિ લેવાની આશા પૂર્ણ થતી જણાય. આ માટે વાણી અને વર્તનમાં સંયમ જાળવવો જરૂરી છે , ગુરૃવારે દિવસભર સ્ફુર્તિનું પ્રમાણ સારું જણાય. શનિવારે મનોકામના સાકાર કરવાની તક-મદદ મળે અને યાત્રા પ્રવાસ સંભવ બને, નવસર્જનના વિચાર આવે. અગત્યની યોજનાઓનો અમલ થતો જણાય તથા પારિવારિક સમય ઉત્તમ જણાય, નવા કાર્યનો શુભારંભ સંભવ. સકારાત્મક અભિગમ રાખવી સાથે જ સાવધાનીથી આર્થિક વ્યવહાર કરવો.