સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ:
સૂર્ય વૃશ્ર્ચિક ધનુ રાશિમાં, ચંદ્ર મીનથી મિથુન, બુધ ધનુ, શુક મકર, મંગળ વૃશ્ચિક, ગુરુ કુંભ, શનિ મકર, રાહુ વૃષભ, કેતુ વૃશ્ર્ચિક ગ્રહોના ઉપરોક્ત ગોચર પરિભ્રમણનો સાપ્તાહિક ભવિષ્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
મેષ (અ, લ, ઇ)
આ અઠવાડિયે, તમારા કાર્યક્ષેત્રમાં સાથ સહકાર મળે, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, કૌટુંબિક મતભેદ દૂર થાય, આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બને, જૂના વિવાદ સમાપ્ત થાય, કાર્યક્ષેત્રમાં પદોન્નતિ મળવાની શક્યતા, મનની વાત મૂકવામાં વિલંબ ન કરવો, બીમારીથી સાચવવું. ખાસ કરીને વડિલો માટે સમય સારો નથી, આથી કોરોના અંગેના બધા નિયમો પાળવા. રવિવારે બહાર હોટલ રેસ્ટોરન્ટમાં જમવાનું ટાળવું. મંગળવારે આર્થિક વિકાસની દિશા મળે.
- Advertisement -
વૃષભ (બ,વ,ઉ)
આ સપ્તાહે, જીત મેળવવા, પોતાના હરીફ અને વિરોધી લોકોથી, નવી યોજનાઓને ગુપ્ત રાખવી, દામ્પત્ય જીવનમાં મતભેદ જણાય તો સાવધાની રાખવી , ખર્ચ અને રોકાણ પહેલા આયોજન કરવું જરૂરી છે , રાજકીય ક્ષેત્રે સફળતા જણાય, મહત્ત્વનો નિર્ણય પહેલા જાણકારની સલાહ લેવી, કૌટુંબિક વિવાદથી અંતર જાળવવું, એકંદરે સપ્તાહ સારું જણાય છે . આપણી બધી યોજનાઓ જાહેર ન કરવી. બુધવારે આર્થિક લાભ. શનિવારે હનુમાનજી મંદિરમાં દર્શન કરવાથી લાભ થાય.
મિથુન (ક, છ, ઘ)
આ સપ્તાહે, ઈશ્વરની અણધારી સહાય, આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે, વાણી વર્તનમાં મર્યાદા જાળવવી, બીજા પ્રત્યે આદરભાવ રાખવો, આપનું મૌન અડચણની દવા બને, વિદેશમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી. વૃધ્ધો અને બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતા કરવી. સપ્તાહ સુખમય પસાર થાય. મંગળવારે એક્સિડન્ટથી સંભાળી ચાલવું. ગુરુવારે વડીલોની સલાહ થી લાભ થાય.
કર્ક (ડ, હ)
જીવનમાં પ્રગતિ માટે, સામુહિક કાર્યની બધી જવાબદારી પોતાના ઉપર લેવી હિતાવહ નથી, જમીન મકાન કે સ્થાવર સંપત્તિની લે વેચમાં ધ્યાન રાખવું. મોસાળ પક્ષથી લાભ સંભવ છે , નવા કાર્યનો શુભારંભ સંભવ થઈ શકે છે , આપે બાંધેલી આર્થિક પાળથી મુકેલી દૂર થાય, ખાસ કરીને પોતાના પરિવારનમાં આરોગ્યનું ધ્યાન રાખવું. લગ્નના પ્રસંગે જમવાનું ટાળવું. સોમવારે સ્થાવર મિલકત પર નિર્ણય ઉપયોગી સાબિત થાય. શનિવારે શાંતિથી દિવસ પસાર કરવો, ગરમી પકડવી નહીં.
- Advertisement -
સિંહ (મ, ટ)
આનંદ માણી શકાય તે માટે, કુટુંબ, મિત્રો અને ધંધાકીય મનભેદ કે મતભેદ ટાળવા, સુસુપ્ત સમસ્યાઓ પુન: માથું ઊંચકાતી જણાય, તેથી આર્થિક વિવાદ ટાળવો, ખોટા અવિચારી ખર્ચ ટાળવા હિતાવહ છે. આર્થિક સમૃદ્ધિ માટે થોડી વધુ મહેનત જરૂરી જણાય. મંગળવારે સારા સમાચારની પ્રાપ્તિ સંભવે, ગુરૃવારે નવી યોજનાનું આયોજન સંભવ છે , શુક્રવારે પરિવાર સાથે ના પ્રશ્નો અંગે, મગજને ઠંડો રાખશો તો… આનંદ, અને મનોરંજનમાં દિવસો પસાર થતા જણાય છે.
કન્યા (પ, ઠ, ણ)
સુખ શાંતિ માટે, આ સપ્તાહે ઉતાવળિયું પગલું ન ભરવું, આપના કાર્ય અને વિચારથી બીજાને પ્રોત્સાહિત કરો તેવું બને, જે તમને લાંબા ગાળે મદદરૂપ થાય . દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાશે, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, રાજકીય ક્ષેત્રે સફળતા જણાય, નવી તક ઝડપવામાં વિલંબ ન કરવો, દિવસો ધીરજ અને આનંદ થી પસાર કરવા. રવિવારે ખોટા ખર્ચ કરવાથી બચવું. મંગળવારે મિલકત સંબંધી પ્રશ્ર્નો ઉભા થાય તો શાંતિ રાખવી. પરિવાર અને મિત્રો સાથે સપ્તાહ આનંદમાં વીતે.
તુલા (ર, ત)
આનંદની વાત છે કે.. તમારા, લાંબા ગાળાના, યોગ્ય આયોજન અને સાહસથી સફળતા મળશે , પોતાની આગવી વિશેષતાથી બીજા લોકોને થાય તેટલી મદદ કરવી, ખોટી દલીલબાજી કરી સમય વેડફવો નહિ, જમીન સંબંધી કાર્યમાં સાનુકૂળતા જણાય છે , સામાજિક અને પારિવારિક કાર્યો પૂરા થાય, સવારના સમયમાં વેપાર વધારવા, સાનુકૂળતા રહે તેમ જણાય છે . આ અંગે સવારે વહેલા ઉઠવા પ્રયાસ કરવો. મંગળવારે સંયમથી કામ કરવું. શુક્ર / શનિવારે પ્રવાસ લાભદાયી નીવડે.
વૃશ્ર્ચિક (ન, ય)
આવક અને શાંતિ વધારવા, ધંધાકીય કે અન્ય ગુંચવણ અંગે ઉકેલ લાવવા માટે વડીલની મદદ ઉપયોગી નીવડે, આર્થિક પરિસ્થિતિ સુધરે, અંગત પ્રશ્નોને કારણે મૂંઝવણ વધે, સાથે સાથે… નવી તકોનું નિર્માણ પણ જણાય છે. જૂના સંબંધ ફરી તાજા થાય, જીવનનાં મતભેદ દૂર થાય, નોકરી ધંધા કે કુટુંબ માં બદલાવની અનુભૂતિ થાય. ઉત્સાહમાં વધારો થાય. બાળકોના અભ્યાસમાં ધ્યાન આપવું. બુધવાર આનંદમાં પસાર થાય. શનિવારે ખોટી ભાગદોડ કરવી નહીં. રવિવારે ઉત્સાહ અને ઉમંગ રહે.
ધનુ (ભ, ધ, ઢ, ફ)
આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, અને મન આનંદમાં રહે. ધંધામાં યોજનાઓને અમલમાં મૂકાશે, લોકો સાથે મતભેદ ટાળવા, કાર્યક્ષેત્રમાં બદલાવ થાય, પોતાના વ્યવહારથી બીજા નિરાશ ન થાય તેનું ધ્યાન રાખવું. હાલમાં બધા લોકોની પરિસ્થિતિ બદલાઈ રહી છે, માટે તમારા માટે ચિંતાનો વિષય નથી. સામાન્ય રીતે બપોર પછી સ્કૂર્તિ રહે, પૈસા સંબંધી મુશ્કેલીઓ હલ થઈ શકે. જૂની ઉઘરાણી મળી શકે. ગુરુવારે સિનિયર સિટીઝન માટે તબિયત સાચવવી. શનિવારે હનુમાનજી મંદિર માં દર્શન થી શાંતિ મળે.
મકર (ખ, જ)
નવી આવી રહેલી પરિસ્થિતિ માં, આર્થિક મુશ્કેલીનો માર્ગ નિકળતો જણાય, વિરોધી લોકો સામે તમારી પ્રગતિ થાય, સામાજિક – વ્યવસાયિક કામગીરીમાં સાનુકૂળતા જણાય, કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય, ઉતાવળિયો નિર્ણય ન લેવો, વૈવાહિક જીવનના પ્રશ્નોનું નિરાકરણ આવે, સપ્તાહભર શારીરિક ઊર્જા સારી જણાય. મિત્રો દ્વારા સહાય મલી રહે. નવા વર્ષની કોઈ સારી ખબર મલે. મંગળવારે મિત્રો કે સગા સંબંધીઓ ને ઉધાર માલ ન આપવો. ગુરુવારે નોકરી કરતા લોકો ને વાહનોથી સંભાળી ચાલવું. શનિવારે લાભ થાય.
કુંભ (ગ, શ, સ)
આ અઠવાડિયે, નવી સમસ્યા ઉદ્ભવે, પરંતુ શાંતિથી કામ કરતા હળવી થાય. આ માટે, મહત્ત્વના નિર્ણય પહેલાં વડિલોની કે મિત્રોની સલાહ લેવી, જૂના મિત્રોને મળવાનું સંભવ બને, મિત્ર કે પરિવારના સભ્યો સાથે શુભપ્રસંગમાં મળવાનો આનંદ રહે. રોકાણ સાચવીને કરવું, કાર્યક્ષેત્રમાં અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે, ગેરસમજ તેમજ મનદુ:ખ ટાળવા. આવા સમયે કુળદેવીની ઉપાસના મદદરૂપ થાય છે. સોમવારે નોકરી કરતા લોકો માટે શાંતિ મળે. શુક્રવારે મિલકત સંબંધી પ્રશ્ર્નો હલ થાય.
મીન (દ, ચ, ઝ, થ)
આ સપ્તાહે તમને મહેનતનું મધુર ફળ મળે, અગત્યના પ્રશ્ર્નોનું નિરાકરણ આપે, રોજિંદા કામોથી લાભ જણાય, અંગત જીવનમાં સામાન્ય મતભેદ સર્જાતા જણાય, રોજિંદી કાર્યશૈલીમાં બદલાવ લાવવાનું મન થાય, આર્થિક ગૂંચવણનું નિરાકરણ જણાય, ઋતુગત બીમારીથી સાચવવું. કોઈ પણ પ્રકારના મોટા નિર્ણય લેતા પહેલા બે વખત વિચારવું. આનંદ રહે અને સપ્તાહ સુખમય પસાર થાય. સોમવારે મિત્રો દ્વારા લાભ થાય. બુધવારે સંતાનોની તબિયત સાચવવી. ગુરુવારે શેર બજારમાં લાભદાયી રહે.