ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા હોરી રસીયા ફુલફાગ મહોત્સવ યોજાશે. સર્વોત્તમ હવેલીમાં બિરાજતા પૂ.પા.ગો. પરાગકુમારજી મહોદયશ્રીના પ્રાગટ્ય દિનના ઉપલક્ષમાં સર્વોત્તમ સેવા સંસ્થાનના તત્ત્વાવધાનમાં આવતીકાલે મંગળવારે હોરી રસીયા ફુલફાગ મહોત્સવનું શ્રી કૃષ્ણધામ હવેલી, અંબિકા ટાઉનશીપ, મુખ્ય માર્ગ નં. 2 રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વધાઈ કીર્તન સાંજે 5-00 કલાકે, મહાનુભાવોનું સન્માન સાંજે 5-30 કલાકે, વચનામૃત સાંજે 6-00 કલાકે કેશરી સ્નાન સાંજે 7-00 કલાકે, મહાપ્રસાદ સાંજે 7-00 કલાકે હોરી રસીયા રાત્રે 8-00 કલાકે યોજવામાં આવ્યો છે. આ વિશેષ હોરી રસીયા મહોત્સવમાં રાજકોટમાં વસતા સમાજના શ્રેષ્ઠીઓ, મહાનુભાવો, રાજકીય આગેવાનો તેમજ સમગ્ર સમાજના મહેમાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સર્વોત્તમ સેવા સંસ્થાનની આયોજક સમિતિ, યુવાસંઘ આયોજક સમિતિ તેમજ દરેક શાખાના કારોબારી સભ્યો અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. આ મહોત્સવના પ્રમુખ નયનભાઈ મકવાણા, ઉપપ્રમુખ દિનેશભાઈ ચાપાણી, ખજાનચી સુરેશભાઈ ચાપાણી, મંત્રી પ્રફુલભાઈ કાથરોટીયા, મંત્રી અરવિંદભાઈ ભેંસદડીયા, મંત્રી અતુલભાઈ ખરેડ ‘ખાસ-ખબર’ કાર્યાલયની રૂબરૂ મુલાકાતે આવ્યા હતા.