કેન્દ્ર સરકાર આમ આદમી તેમજ રિઝર્વ બેન્કને રાહત મળશે ચાલુ વર્ષના અંતે ક્રૂડનો ભાવ 65 ડોલર પ્રતિ બેરલ થઈ જશે
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં મોંઘવારીમાં આગામી દિવસોમાં ઘટાડો થવાની આશા પેદા થઈ છે કારણ કે ક્રૂડનો ભાવ સતત નીચે જઈ રહ્યો છે અને અત્યારે ભાવ 99.75 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે અને પાછલા એક મહિનામાં 20 ડોલર જેટલો ઘટાડો થયો છે. અર્થતંત્રના નિષ્ણાંતોએ એમ કહ્યું છે કે પાછલા ચાર મહિનામાં 30 ડોલર જેટલો ઘટાડો થઈ ગયો છે અને તેમાં ઘટાડાની સીધી હકારાત્મક અસર બજારોમાં અનેક ચીજ-વસ્તુઓના ભાવમાં રહેશે અને કેન્દ્ર સરકાર તેમજ આમ આદમી અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ને રાહત મળશે અને મોંઘવારીમાં ઘટાડો થશે તેવી પુરેપુરી આશા છે.
- Advertisement -
યાર્ડોમાં ડયુટી ઘટાડી મોંઘવારી કાબુમાં કરો, રાજ્યોને કેન્દ્રની સૂચના
દરમિયાન મોંઘવારી ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દરેક એંગલથી પ્રયાસ કરી રહી છે અને પાછલા દિવસોમાં કેટલાક પગલાં લીધા છે અને હવે તમામ રાજ્ય સરકારોને એવી સૂચના આપવામાં આવી છે કે માર્કેટીંગ યાર્ડોમાં લેવામાં આવતી ડ્યુટી માં ઘટાડો કરવાની જરૂર છે અને તેને બે ટકા સુધી સીમિત રાખી ને એકરૂપતા લાવવા ની જરૂર છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રાજ્યસરકારોએ આ પ્રકારના પગલાં લઈને મોંઘવારી કાબૂમાં કરવી જોઈએ.