હળવદ મામલતદાર કચેરીએ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપી માંગ રજૂ કરી
ખાસ-ખબર સંવાદદાતા
આશાવર્કર અને ફેસીલીએટર બહેનોને લધુતમ વેતન આપવામાં આવે, તાત્કાલિક અસરથી ફિક્સ પગારદાર બનાવવા જોઇએ, સેવાના કલાકો નક્કી કરવા જોઇએ, સેવાની કામગીરીનું પુરેપુરુ વળતર મળવું જોઇએ, ઇન્સેટિવ નિયમિત મળવા જોઇએ તેમજ 2019 માં જાહેર કરાયેલ ડ્રેસ તાત્કાલિક આપવા જોઇએ તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
- Advertisement -
વધુમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આશાવર્કર બાબતે જાહેરાત કરાઇ છે જેમાં 5 હજાર આપવાની વાત છે પરંતુ તે ઇન્સેટિવ છે કે પગાર? પગાર હોય તો હાલમાં મળતા ઇન્સેટિવ ચાલુ રહેશે કે કેમ તેની સ્પષ્ટતા કરવા બાબતે તેમજ ફેસીલીએટરનો કોઈ જ ઉલ્લેખ કર્યો નથી અને તેની જ માંગણીઓનો કોઇ જ વધારો જાહેર કરવામાં આવ્યો નથી જેથી કરીને આશા એન્ડ હેલ્થ વર્ક્સ યુનિયન સાથે સરકાર બેઠક યોજી અમારી માંગણીઓનું વહેલી તકે નિરાકરણ લાવે અન્યથા ત્રણ દિવસની સંપૂર્ણ હડતાળ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી છે.