વિવેકાનંદ યુથ ક્લબ અને ભારત વિકાસ પરિષદ દ્વારા 11 શિક્ષકોને અપાશે સન્માન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ અને ભારત વિકાસ પરિષદ આનંદનગરના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિન નિમિતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારંભ 4 સપ્ટેમ્બર ગુરુવારે સવારે 10:30 કલાકે મોટી ટાંકી ચોક પાસે આવેલા કોટક ક્ધયા વિદ્યામંદિર ખાતે યોજાશે. સમારંભમાં શહેરના 11 શ્રેષ્ઠ શિક્ષકોનું કુમકુમ તિલક, ખેસ, શ્રીફળ-સાકરનો પડો, વિવેકાનંદજીનો ફોટો, સ્મૃતિભેટ અને શાલ-શિલ્ડ અર્પણ કરી પરંપરાગત સન્માન કરવામાં આવશે.
- Advertisement -
સન્માનિત થનારા શિક્ષકોમાં ડો. માલાબેન કુંડલિયા, લીનાબેન ત્રિવેદી, ભાવેશ્રીબેન હિરાણી, મનીષાબેન ચાવડા, અંજનાબેન મિસ્ત્રી, કિરીટભાઈ મૈયડ, સંદીપભાઈ કાથરોટીયા, નંદલાલભાઈ ભાલોડીયા, નીતિનભાઈ બદ્રકિયા, શૈલેષભાઈ ફીચડીયા અને વિજયભાઈ મોઢવાડીયા સામેલ છે. આ પ્રસંગે ડો. ભદ્રાયુભાઈ વચ્છરાજાની, મુકેશભાઈ દોશી, નરેન્દ્રસિંહ જાડેજા, વિક્રમભાઈ પૂજારા, નવીનભાઈ ઠક્કર, દિનેશભાઈ પાઠક, પ્રવીણભાઈ નિમાવત, વીણાબેન પાંધી, વિનોદભાઈ લાઠીયા, વસંતભાઈ ગાદેશા સહિત શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
સમગ્ર આયોજનની સફળતા માટે અનુપમ દોશી અને પ્રફુલભાઈ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પંકજ રૂપારેલિયા, વિજય કુંભારવાડીયા સહિતની ટીમ કાર્યરત છે.