રાજપૂત ક્ષત્રિય સુપ્રિમ કાઉન્સિલ અને ક્ષત્રિય કરણી સેના 5રિવાર દ્વારા આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજપૂત ક્ષત્રિય સુપ્રિમ કાઉન્સિલ અને ક્ષત્રિય કરણી સેના પરિવારના અગ્રણીઓ દ્વારા રાષ્ટ્રપતિ પોલીસ મેડલ દ્વારા સન્માનિત થયેલા IPS-DCP સજ્જનસિંહ પરમાર રાજકોટનું સન્માન કરવામાં આવ્યું હતું. તથા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં વાઈસ ચાન્સેલરના પદ નવ નિયુક્ત થયેલા ડો. કમલસિંહ ડોડીયાને પણ સન્માનીત કરાયા હતાં.
રાજકોટ શહેરના IPS-DCP પોલીસ અધિકારી સજ્જનસિંહજી પરમાર રાજકોટ તાજેતરમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલિસ સેવા મેડલથી સન્માનિત થયેલા છે.
સજ્જસિંહ પરમારે ઉત્કૃષ્ઠ દેશ સેવા કરીને રાજપૂત સમાજની ગરિમા વધારી છે એ બદલ રાજકોટ DCP ઓફિસમાં સજ્જનસિંહજી પરમારનું રાજકોટ રાજપૂત સમાજ અગ્રણીઓ તથા રાજપૂત ક્ષત્રીય સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સન્માન-અભિવાદન કરી અભિનંદન પાઠવ્યા હતા.
તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં વાઈસ ચાન્સેલરના પદ પર નવ નિયુકત પામેલ નિષ્ઠાવાન ડો. કમલસિંહ ડોડીયાને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે રાજપૂત અગ્રણીઓ, રાજપૂત ક્ષત્રિય સુપ્રિમ કાઉન્સિલ સંસ્થા દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં ધીરુભા ડોડીયા, ચંદુભા પરમાર, નરેશસિંહ ડાભી, મૌલિકસિંહ વાઢેર, ભાવસિંહ ડોડીયા, રોહિતસિંહ રાજપૂત, સહદેવસિંહ પઢિયાર, અનિલસિંહ પરમાર, જનકસિંહ રાજપૂત, અશોકસિંહ પરમાર દ્વારા અભિનંદન પાઠવ્યામાં હતા.