વિશાળ મેદાનમાં 30,000 દર્શકો માટે બેઠક વ્યવસ્થા, સિદસર ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી સહિતના મહાનુભાવોની હાજરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની ઉત્સવપ્રિય જનતા માટે જાણીતા કલબ યુવી રાસોત્સવમાં ન્યુ 150 ફૂટ રિંગ રોડ પર આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવની રંગત પૂરજોશમાં ચાલી રહી છે. કલબ યુવીનું પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતું અને મા નવદુર્ગાના નવ સ્વરૂપો દર્શાવતું ભવ્ય એન્ટ્રી ગેટ ખેલૈયાઓ અને દર્શકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.પાંચમા નોરતે કલબ યુવીની પરંપરાગત માતાજીની આરતીમાં ઉમિયાધામ સિદસરના પ્રમુખ અને કલબ યુવીના એડવાઈઝરી ડાયરેક્ટર મૌલેશભાઈ ઉકાણી, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, ઉદ્યોગપતિઓ પ્રફુલભાઈ હદવાણી, જયસુખભાઈ ધોડાસરા સહિતના અગ્રણીઓએ લ્હાવો લીધો હતો. સાંસદ રામભાઈ મોકરીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઈ કથીરીયા, ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી. જગદીશ બંગારવા, રાજકોટ રૂરલના એસ.પી. વિજયસિંહ ગુજજર સહિતના પોલીસ અને રાજકીય મહાનુભાવોએ માતાજીના દર્શન કરી કાર્યક્રમની શોભા વધારી હતી.કલબ યુવી દ્વારા સમાજસેવાના ભાગરૂપે રાજકોટના 18 જેટલા સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોનું તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ મૌલેશભાઈ ઉકાણી અને ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
કલબ યુવી રાસોત્સવમાં 12,000 ખેલૈયાઓ રમી શકે અને 30,000 દર્શકો બેસીને આનંદ માણી શકે તે માટે ટુ લેયર કાર્પેટ, મહેમાનો માટે 6 ગેલેરી, ફૂડ ઝોન, ઇન્ટરનલ પાર્કિંગ અને ટાઇટ સિક્યુરિટી સહિતનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ડાયરેક્ટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગાણજા સહિત 108 સભ્યોની ટીમ કાર્યરત છે.