ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ શહેરમાં ગઈકાલ અખાજત્રીજના દિવસે શ્રી પરશુરામ ભગવાનની જનમ જયંતિ નિમિતે શહેરનાં રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારે શહેરનાં કાળવા ચોક ખાતે દે.મેયર ગીરીશભાઈ કોટેચાનાં માર્ગદર્શન હેઠળ રઘુવીર સેના દ્વારા પરશુરામ ભગવાનને હાર પહેરાવી અને બ્રહ્મસમાજનાં આગેવાનોનું સન્માન તથા સ્વાગત કરવામાં આવિયું હતું.
- Advertisement -
આ ભવ્ય વિશાળ શોભાયાત્રામાં ભૂદેવો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહી ભગવાન પરશુરામના પ્રાગટોત્સવની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી ત્યારે આ શોભાયાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગો પર અને જ્ઞાતિ અગ્રણીઓ દ્વારા પરશુરામ ભગવાનને ફુલહાર કરી જ્ઞાતિ અગ્રણીઓનું સન્માન કરવામાં
આવ્યું હતું.