ઉર્વશૂ રૌતેલાએ પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. ઉર્વશીના બર્થ ડે પર યો યો હની સિંહે તેને સોનાની કેક ગિફ્ટ કરી છે.
બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પોતાના લુક્સની સાથે ડાન્સિંગ મૂવ્સના કારણે પણ ચર્ચામાં રહે છે. ઉર્વશીના ફોટો મોટાભાગે સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ફેંસ તેમના લુક્સના દીવાના છે. ઉર્વશીએ 25 ફેબ્રુઆરીએ 30મો જન્મદિવસ ઉજવ્યો છે.
- Advertisement -
ઉર્વશીએ પોતાનો બર્થડે ખૂબ જ ધૂમધામથી ઉજવ્યો છે. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઉર્વશીના બર્થ ડે પર રેપર યો યો હની સિંહે તેમને એક સ્પેશિયલ ગિફ્ટ આપ્યું છે. જેને જોઈને બધા ચોંકી ઉઠ્યા છે. હની સિંહે ઉર્વશીને બર્થડે પર સોનાની કેક આપી છે.
View this post on Instagram- Advertisement -
સોશિયલ મીડિયા પર છવાઈ બર્થ ડે કેક
ઉર્વશીની બર્થ ડે કેક સોશિયલ મીડિયા પર છવાયેલી છે. પહેલી વખત કોઈએ સોનાની કેક જોઈ હશે. કેક જોયા બાદ ફેંસને લાગી રહ્યું હતું કે તે સિમ્પલ ગોલ્ડન ડસ્ટ વાલી કેક છે પરંતુ જ્યારે હની સિંહે જણાવ્યું કે આ કેકની કિંમત 3 કરોડ છે તો લોકો ચોંકી ઉઠ્યા.
24-કેરેટની ગોલ્ડ કેક
હની સિંહે પોતે સ્ટેટમેન્ટમાં ખુલાસો કર્યો છે કે આ 24 કેરેટ ગોલ્ડની કેક છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, “હું આ સ્પેશિયલ ઓકેશન પર કંઈક ખાસ આપવા માંગતો હતો. મેં તેમને કેક આપી જેમી કિંમત 3 કરોડ રૂપિયા છે. હું આ કેક કટિંગ મૂમેન્ટને યાદગાર બનાવવા માંગતો હતો કે લોકોને યાદ રહે કે કોઈએ પોતાના કો-સ્ટાર માટે આવું કંઈ કર્યું હતું. તે પોતાના કામમાં ખૂબ જ એક્સપર્ટ છે અને આ રીતનું ટ્રીટમેન્ટ તે ડિસર્વ કરે છે.”
View this post on Instagram
ઉર્વશીએ શેર કર્યા ફોટોઝ
ઉર્વશીએ પોતાની કેક કટિંગ સેલિબ્રેશનના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફોટોઝમાં તેમણે રેડ કલરનુ ગાઉન પહેર્યું છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ઉર્વશીએ ફોટોઝ શેર કરતા લખ્યુ-‘લવડોઝ 2ના સેટ પર બર્થ ડે સેલિબ્રેશન.’
ઉર્વશીના આ પોસ્ટ પર યુઝર્સ મજા લઈ રહ્યા છે. કેકને જોઈને તે કહી રહ્યા છે કે તેનું શું કરવું જોઈએ? એક યુઝરે લખ્યું- “કેકને ખાવી જોઈએ કે રાખી મુકવી જોઈએ, 24 કેરેટ ગોલ્ડની છે તો…” ત્યાં જ અન્ય એક યુઝરે લખ્યું- ગોલ્ડન કેક….