ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર ગુજરાતમાં ઈમરજન્સીના સમયે લોકોની સારવાર માટે તુરંત દોડતી 108 ની ટીમ વારંવાર ઈજાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવાની સાથે માનવતા અને પ્રામાણિકતા પણ ચૂકતી નથી ત્યારે આવી જ એક ઘટના મોરબીમાં પણ બની હતી જેમાં 108 ટીમે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બાઈકચાલક પાસેથી મળેલ રોકડ રકમ અને મોબાઈલ હોસ્પિટલમાં જમા કરાવી દીધા હતા.
શુક્રવારે વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર બંધુનગર અને પ્રેમજીનગરની વચ્ચે મકનસર ગામ પાસે બાઈક સવાર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેને પગલે બાઈક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જેને પગલે 108 ટીમના ઈએમટી કલ્પેશભાઈ, પાઇલોટ ગૌતમભાઈ મકવાણા તેમજ કોલર સંજયભાઈ રાતૈયા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે 108 ટીમને ઈજાગ્રસ્ત બાઈક ચાલક પાસેથી રોકડા રૂપિયા 4 હજાર તેમજ એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો જે મુદામાલ 108 ની ટીમે હોસ્પિટલમાં જમા કરાવ્યો હતો.