શિયાળામાં ખજૂર પાક ખાવાની અલગ મજા છે. ઘણાય લોકો શિયાળામાં ખજૂરનાં બિસ્કીટ, ખજૂર રોલ વગેરે બનાવતા હોય છે. તમે ખજૂર પાક ઘરે જ બનાવી શકો છો
સામગ્રી
- Advertisement -
ખજૂર, ધી, કાજૂ, બદામ, અખરોટ, કિસમિસ, પીસ્તા, ખસખસ, તરબૂચના બી, સૂકૂ નારિયેળ, એલચી પાઉડર, ઘી, દૂઘ.
સૌ પ્રથમ ખજૂરમાંથી ઠળીયા કાઢી લો. ત્યારબાદ એક મિક્સરમાં કાજૂ, બદામ, અખરોટ અને પીસ્તાને બારીક સમારી પછી એક પેનમાં ઘી ગરમ કરી ડ્રાયફ્રૂટ્સને શેકી લો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ખજૂર નરમ થાય ત્યાં સુધી પકાવી લો.
હવે બીજા પેનમાં થોડુ્ં દૂધ, મિલ્ક પાવડર, ખજૂર સાથે મિક્સ કરી પછી તેમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સ અને એલચી પાવડર ઉમેરીને બધુ બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી ફેલાવીને છરી વડે ચોરસ ટુકડા કરી લો.
- Advertisement -
તૈયાર છે ખજૂર પાક તમે શિયાળામાં આ રેસીપી અજમાવી શકો છો.