રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બિસ્માર રસ્તા મુદ્દે ભારે વિરોધ
રાજકોટ-હલેન્ડા સુધીનો હાઈવે પર મસમોટા ખાડા: ખઙ-ખકઅ પ્રતિનિધિત્વ કરવામાં નિષ્ફળ
- Advertisement -
ગામડાંના નાગરિકો 2000 પોસ્ટ કાર્ડ લખી પરસોત્તમ રૂપાલા તથા ભાનુબેનનું રાજીનામું માંગશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટથી હલેન્ડા જતા રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. જેને લઈને રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિશિત ખૂંટ દ્વારા ભાજપનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રના અતિ મહત્વના ગણાતા એવા રાજકોટ ભાવનગર હાઇવે કે જેમાં છેલ્લા 3થી 4 મહિનામાં રાજકોટથી હલેન્ડા સુધીના હાઈવેમાં પ્રજાના ટેક્સના પૈસામાંથી તંત્ર દ્વારા અંદાજિત પાંચ કરોડનો ખર્ચો કરેલ હોય છતાં પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયેલ નથી. નિશિત ખૂંટે જણાવ્યું હતું કે, રસ્તામાં મસમોટા ખાડાઓનું પ્રમાણ વધી ગયું છે. વાહનચાલકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે. ગૃહ મંત્રીએ ચાર પાંચ દિવસ પહેલા એવી જાહેરાત કરેલ કે ગણેશ ઉત્સવમાં ગુજરાતમાં જે કોઈ ઓપરેશન સિંદૂર ઉપર સારી થીમ બનાવશે અને અમારી ટીમ આખા દ્વારા આખા ગુજરાતમાં એનો સરવે કરી નંબર આપવામાં આવશે એમાં જે કોઈ એક થી પાંચમાં આવશે એને રોકડ પુરસ્કાર આપવામાં આવશે તો મારી ગૃહ મંત્રીને એવી રજૂઆત છે કે આવી જ રીતે સરકારની ટીમો બનાવીને રોડ રસ્તાની હાલત કેટલી ખરાબ છે એ પણ તમને જણાવેલ અને રોજ ગુજરાતમાં રોજ આ ખાડાના લીધે કેટલા ગંભીર અકસ્માત થાય છે કેટલા માતા બહેનોના સિંદૂર ભૂંસાય છે એનો પણ તમને ખ્યાલ આવે.
આ બાબતમાં ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તથા સંસદ સભ્ય પરસોત્તમ રૂપાલા કુંભનિંદ્રામાં હોય અને લોકોના પ્રશ્નોની રજૂઆત કરવામાં તથા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવામાં સદંતર નિષ્ફળ ગયા છે. ત્યારે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ભાવનગર હાઇવે ઉપરના ગામડામાંથી મુખ્યમંત્રીને 2000 પોસ્ટ કાર્ડ લખીને ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તથા સંસદ સભ્ય પરષોત્તમ રૂપાલાનું રાજીનામું માંગવામાં આવશે.



