હર્ષ સંઘવીએ જલિયાણા સેવા કેમ્પમાં ભક્તોને ભોજન પીરસ્યું, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ખાસ-ખબર ન્યૂઝ બનાસકાંઠા
- Advertisement -
બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી મહામેળામાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી. તેમણે જલિયાણા સેવા કેમ્પની મુલાકાત લઈ ભક્તોને ભોજન પીરસ્યું હતું.
ગૃહમંત્રી સંઘવીએ મેળાની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
રેન્જ આઈજી ચિરાગ કોરડીયાની ઉપસ્થિતિમાં તેમણે સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરી હતી. મેળામાં સ્થાપિત વિવિધ સેવા કેમ્પની પણ તેમણે મુલાકાત લીધી હતી. કાર્યક્રમના અંતે મોડી રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવી અંબાજી માતાના દર્શન માટે મંદિર ખાતે પહોંચવાના છે. આ મુલાકાત દરમિયાન તેમણે મેળામાં આવેલા ભક્તો સાથે સંવાદ પણ કર્યો હતો.