ખાસ-ખબર ન્યૂઝ મોરબી
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે, 24 જુલાઈના રોજ કચ્છ અને મોરબી જિલ્લાની મુલાકાત લેવાના છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમના પ્રવાસનો મુખ્ય હેતુ અરજદારો અને નાગરિકોને રૂબરૂ મળીને તેમની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળવાનો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી સવારે કચ્છ જિલ્લામાં ઉપસ્થિત રહેશે, જ્યાં તેઓ અરજદારો અને નાગરિકો સાથે સીધો સંવાદ કરશે. ત્યારબાદ સાંજે તેઓ મોરબી જિલ્લાની મુલાકાત લેશે અને ત્યાં પણ નાગરિકોની રજૂઆતો સાંભળશે. આ મુલાકાત દ્વારા ગૃહમંત્રી સ્થાનિક લોકોના પ્રશ્નોને સીધા સાંભળીને તેના નિરાકરણ માટે પ્રયાસ કરશે.
ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છ અને મોરબીની મુલાકાતે: નાગરિકોની રજૂઆતો સાંભળશે
