સૌરાષ્ટ્રમાંથી 1163 દાવેદારોને ચૂંટણી લડવાની ઇચ્છા
ખાસ-ખબર સંવાદદાતા
ગાંધીનગર કમલમ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો પ્રારંભ થઈ ચુક્યો છે. આજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગમાં અમિત શાહ ભાજપના 47 ઉમેદવારો નક્કી કરશે. વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ઉમેદવારો નક્કી કરવા આજથી ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો પ્રારંભ થયો છે. 182 બેઠકો માટે 4300 જેટલા દાવેદારોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરી છે. આજે નિરીક્ષકો અને સ્થાનિક સંકલન સમિતિએ સેન્સ લઇ તૈયાર કરેલો અહેવાલ બોર્ડમાં મૂકાશે. જેના આધારે પેનલ નક્કી કરી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલાશે. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ આખરી પસંદગી કરશે. રાજકોટ શહેર અને જિલ્લાની બેઠકો માટે આજે સાંજે 5 વાગ્યે પાર્લામેન્ટરી બોર્ડમાં સુનાવણી થશે. બેઠકોનો ધમધમાટ શરૂ થતા ભાજપ કાર્યાલય ખાલીખમ જોવા મળ્યા હતા.
- Advertisement -
સૌરાષ્ટ્રમાંથી 1163 દાવેદારોઍ ચૂંટણી લડવા ઇચ્છા વ્યકત કરી છે. મધ્ય ગુજરાતમાંથી 962 અને દક્ષિણ ગુજરાતમાંથી 725 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. તા.12 પછી ભાજપના ઉમેદવારોના નામો જાહેર થાય તેવી શક્યતા છે.