કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે હૈદરાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સ આયોજન કરતાં તેલગણાની કેસીઆર સરકાર પર નિશાન સાધ્યા હતા. તેમણે કહ્યું કે, આ ચુંટણી તેલંગણા અને રાજ્યના લોકો માટે મહત્વપૂર્ણ છે. રાજ્યનું ગઠન એક લાંબા સમયના સંઘર્ષ પછી થયો, તેલંગણાનું ગૌરવ એક મોટો મુદો હતો તેમજ 10 વર્ષ પછી જો તમે પાછળ ફરીને જોશો તો રેવન્યૂ સરપ્લસમાં હતા અને હવે આ દેવામાં ડુબેલા છે.
રાહુલ ગાંધીના પનોતીવાળા નિવેદન પર ગૃહમંત્રીએ કહ્યું કે, જયારે પણ વડાપ્રધાન મોદીની સામે ઓછી ટીપ્પણી કરવામાં આવી છે, ત્યારે લોકો એક ખાસ રીતે પ્રતિક્રિયા આપે છે. તેલંગણાના લોકો બીજેપીને વોટ આપે છે. તેલંગણામાં ભાજપ સરકાર બનાવ્યા પછી તેલંગણામાં બધા ભ્રષ્ટાચારનીા તપાસ થશે. ચુંટણી પછી કોંગ્રેસના નેતા મંદિર જઇ રહ્યા છે? આ પ્રશ્ન પર અમિતા શાહે કહ્યું કે, સારી વાત છે, મોડી પણ સમજ તો આવી.
- Advertisement -
બીજેપી આપેલા વચનો પૂરા કરે છે
સીએમ કેસીઆર પર નિશાન સાધતા કહ્યું કે, 1 લાખ નોકરીઓનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ પેપર લીક થઇ ગયું. કેસીઆરની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ(બીઆરએસ)એ 10 વર્ષમાં ભ્રષ્ટાચાર સિવાય કંઇ કર્યું નથી અને કેટલાય કૌંભાડો કર્યા છે. જયારે બીજેપીએ બધા વચનો પૂર્ણ કર્યા છે, જેમાં ત્રણ તલાક, રામ મંદિર, કલમ 370 જેવા વચનોનો સમાવેશ થાય છે. જયારે કેસીઆર ફક્ત તુષ્ટિકરણની રાજનીતિ કરે છે.
Press Conference in Hyderabad. Watch Live…
https://t.co/1Od4TyQERs
— Amit Shah (@AmitShah) November 25, 2023
- Advertisement -
મુસ્લિમ અનામત ખતમ કરશે
ગૃહમંત્રીએ કહ્યું કે, સીએમ કેસીઆર દ્વારા 4 ટકા ધાર્મિક આરક્ષણ આપવામાં આવ્યું છે, જે સંવિધાનની વિરદ્ધ છે. અમે મુસ્લિમ આરક્ષણ ખતમ કરશું અને એને એસસી અને ઓબીસી આપવામાં આવશએ. સીએમ કેસીઆર પર નિશાન સાધતાં અમિત શાહે કહ્યું કે, કેસીઆરએ મીડિયાને કહ્યું કે, જો મુસ્લિમ આરોપી સાંપ્રદાયિક હિંસામાં પકડાય જાય તો તેનું નામ પ્રકાશિત કરવામાં ના આવે. તેલંગણામાં બીજેપીની સરકાર બની તો પેટ્રોલને સસ્તું કરવામાં આવશે. અમે રામ મંદિર અને કાશીની યાત્રાની વ્યવસ્થા કરશું. જો તમે ઔવેસીને વોટ આપશો તો આ કેસીઆર જશે. દર વખતે જયારે ઔવેસીના વિધાયકો જીતશે ત્યારે તેઓ કેસીઆરનું સમર્થન કરશે.