ટાંગલિયા કળા: સુરેન્દ્રનગરથી હોલિવૂડ સુધી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાચીન ટાંગલિયા કળાએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. વઢવાણના દેદાદરા ગામના કારીગર દ્વારા બનાવવામાં આવેલો ટાંગલિયા આર્ટનો શર્ટ હોલિવૂડ અભિનેતા બ્રેડ પિટે તેમની ’F1’ ફિલ્મમાં પહેર્યો છે.
સુરેન્દ્રનગરના ડાંગસિયા પરિવારની 700 વર્ષ જૂની આ કળા આજે પણ જીવંત છે. આ કળા સાથે લગભગ 150 પરિવારો જોડાયેલા છે. દેદાદરા ગામના બળદેવભાઈ રાઠોડ અને તેમનો પરિવાર છેલ્લી ચાર-પાંચ પેઢીથી આ કળા સાથે સંકળાયેલા છે. પરંપરાગત રીતે ટાંગલિયા કળા ઊનના કાપડ પર કરવામાં આવતી હતી. માલધારી સમાજની મહિલાઓ આ કપડાં પહેરતી હતી. પહેલાં ધાબળા, ટાંગલિયા અને ઘૂસલા જેવી વસ્તુઓ બનાવવામાં આવતી હતી.
ગાંધીનગરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેન્ડીક્રાફટ ફેશન ડિઝાઈનની મદદથી આ કળાને નવું સ્વરૂપ મળ્યું છે. હવે કોટન અને સિલ્કની સાડીઓ પર પણ આ કળા અજમાવવામાં આવે છે. સાલ, મફલર, કુર્તી, દુપટ્ટા અને ઝભ્ભા જેવી આધુનિક વસ્તુઓ પણ બનાવવામાં આવે છે.
- Advertisement -
યુવા પેઢીમાં આ કળાની માંગ વધી રહી છે. બળદેવભાઈનો પરિવાર નવી ડિઝાઈનો સાથે પ્રયોગો કરી રહ્યો છે. તેમના દ્વારા બનાવવામાં આવેલો ટાંગલિયા આર્ટનો શર્ટ હોલિવૂડ સુધી પહોંચ્યો છે, જે ગુજરાતની આ કળા માટે ગૌરવની વાત છે.
બળદેવભાઈ મોહનભાઈ રાઠોડ દ્વારા આ શર્ટ બનાવવામાં આવ્યો છે આ કારીગર દ્વારા ટાંગલીયા આર્ટ દ્વારા વિવિધ બનાવેલ વસ્તુઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તેમજ અન્ય જિલ્લાઓની વિવિધ સંસ્થાઓ ને વેચાણ કરતા હોય છે તેમજ સંસ્થા દ્વારા આપવામાં આવતા ઓર્ડર ઉપર કામ કરતા હોય ત્યારે છેલ્લા પાંચ સાત વર્ષથી ઇલેવન ઇલેવન કરીને દિલ્હીની સંસ્થા છે તેમની સાથે વેચાણ કરે છે અને તે આપે તે આપે તે ઓર્ડર પર કામ છે તેવી રીતે આ શર્ટ બનાવ્યો છે અને તેમને બનાવનાર ને ખબર પણ નહોતી મેં બનાવેલ શર્ટ અભિનેતા પહેરશે આ યુવાન દ્વારા આ શર્ટ બનાવવા માં 15 દિવસ જેટલો સમય થયો છે. અનેના શર્ટ બનાવવામાં છ કેટલાં કારીગરોએ કામ કર્યું છે અને આ શર્ટ અભિનેતાએ પહેર્યા બાદ અમારી વસ્તુની માંગ પણ વધી છે હાલ બળદેવ ભાઈ પોતે વિવિધ વસ્તુઓ ટાંગલીયા માં બનાવે છે અને પોતાની દીકરીને પણ હાલ ટાંગલિયા શીખવી રહ્યા છે અને આ કળા ને આગળ લઈ જવા માટે પ્રેરિત કરી રહ્યા છે જ્યારે તાજેતરમાં આ કળાને સાચવવા તેમજ આગળ લાવવા માટે સરકાર દ્વારા આ વિસ્તારના રહીશ લવજીભાઈ પરમાર જેમણે આ ટાંગલિયા કળા જે સાતસો વર્ષ જુની છે તેને આગળ લાવવા માટે જે પ્રયાસ કર્યા છે તેમને પદ્મશી એવોર્ડ આપવામાં આવ્યો છે તેમણે પણ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.