જૂનાગઢ સહિત સોરઠમા હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં દીવ, સાસણ, સોમનાથ, જૂનાગઢમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. કોરોનાનાં બે વર્ષમાં અનેક પ્રતિબંધ રહ્યા હતા. લોકો ઘરમાં રહ્યા હતા. લોકો બહાર ફરવા જઇ શક્યા ન હતા. તેમજ તહેવાર પર સારી રીતે ઉજવણી કરી શક્યા ન હતા. પરંતુ ચાલુ વર્ષે કોરોના ખતમ થયા અને પ્રતિબંધો ઉઠાવી લેતા લોકો મુક્ત મને ફરવા અને તહેવારની ઉજવણી કરવા નિકળી પડ્યા હતા. જૂનાગઢમા હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગિરનાર પર્વત પર અંબાજી માતાના મંદિરે હોલીકા દહન કરવામાં આવ્યું હતું બાદ જૂનાગઢ શહેરમાં ઠેર ઠેર હોળી પ્રગટીવવામાં આવી હતી. તેમજ દાતાર પર્વત ઉપર પણ હોલીકા દહન કરવામાં આવ્યું હતું. બાદ શુક્રવારનાં દિવસે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના કાળ બાદ ગઇકાલે લોકો રંગે રમ્યા હતા.
ધામધૂમ પૂર્વક ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બીજી તરફ લોકો ફરવા પણ ઉપડી પડ્યા હતા. લોકોએ નજીકના સ્થળ પસંદ કર્યા હતા. ખાસ કરીને દીવ, સોમનાથ, સાસણ, જૂનાગઢમાં ભારે ટ્રાફીક જોવા મળ્યા હતો. દીવમા તો માન મહેરામણ ઉમટી પડ્યું હતું. સાસણમા સિંહ દર્શન માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. જૂનાગઢ થી સાસણના સુધીનાં માર્ગ પર ટ્રાફીક જોવા મળ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં પણ ટ્રાફીક જોવા મળ્યો હતો. જૂનાગઢ આવેલા પ્રવાસીઓએ ગિરનાર રોપવેની મુલાકાત લીધી હતી. તેમ સક્કરબાગ ઝૂ પણ નિહાળવા પહોંચી ગયો હતા.
- Advertisement -
લોકોએ વન ભોજન કર્યું
બહારથી આવતા પ્રવાસીઓ માટે જંગલ આકર્ષણનું કેન્દ્ર રહે છે. લોકો સાથે ભોજન પણ લાવતા હોય છે. જંગલમા સારી જગ્યા શોધી વન ભોજન કરતા હોય છે. બે દિવસ ઠેર ઠેર લોકો વન ભાજન કરતા જોવા મળ્યા હતા.
હોટલ, ફાર્મ હાઉસ મળ્યા નહીં
- Advertisement -
હોળી અને ધૂળેટીનાં તહેવારને લઇને પ્રવાસીઓએ સાસણમાં હોટલ, ફાર્મ હાઉસ અગાઉથી જ બૂક કરી લીધા હતા અને અગાઉથી બૂકિંગ ન કરનાર લોકોને લોકોને હોટલ કે ફાર્મ હાઉસમાં જગ્યા મળી ન હતી.


