ચૂંટણીમાં અચૂક મતાધિકારનો ઉપયોગ કરવા આપ્યો સંદેશ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
- Advertisement -
જૂનાગઢ રંગોના પર્વ ધુળેટીની શહેરમા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી હાલમાં લોકસભા ચૂંટણી જાહેર થવાની સાથે લોકશાહીના મહાપર્વની ઉજવણી પણ શરૂ થઈ છે, ખાસ કરીને લોકોને મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે ત્યારે શહેરીજનોએ હોળી-ધુળેટીનો આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવાની સાથે લોકશાહીના મહાપર્વમાં અચૂક મતદાન કરવાનો સંદેશ પણ આપ્યો હતો.
જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા ચૂંટણી અધિકારીનાં માર્ગદર્શન તળે સ્વેપ નોડલ અધિકારી લતાબેન ઉપાધ્યાય, સુશ્રી જલ્પાબેન ક્યાડા તેમજ ટીમ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. લોકશાહીના મહાપર્વમાં પોતાનું યોગદાન આપવા મતદાન કરવું અનિવાર્ય છે. શહેરનાં મધુરમ વિસ્તારનાં દિપાંજલીનાં ઓમરાકરેશ્વર મહાદેવ પ્રાંગણમાં હોલીકાદહન પર્વે અને ધુળેટીનાં રગોત્સવ પ્રસંગે મતદારોને જાગૃત કરવા અને મતદાનની નૈતિક ફરજ અદા કરવા પત્રિકા વિતરણ તથા જાહેર સ્થળો પર બેનર લગાવવામાં આવ્યા હતા.