હોલિકા દહન માટે આ વખતે રાત્રિના 1 કલાક 10 મિનિટનો રહેશે મુહુર્ત
ખાસ-ખબર સંવાદદાતા
હોલિકા દહનના 8 દિવસ પહેલા હોળાષ્ટક 10 માર્ચથી 18 માર્ચ સુધી લાગશે. ફાગણ અષ્ટમીથી હોલિકા દહન સુધી 8 દિવસ સુધી હોળાષ્ટક દરમ્યાન માંગલિક અને શુભ કાર્યો પર રોક લાગી જશે.
આ 8 દિવસોમાં ભલે શુભ કાર્યો કરવામાં આવતા નથી, પરંતુ દેવી-દેવતાઓની આરાધના માટે આ દિવસ ખુબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. હોળાષ્ટકના 8 દિવસ દરમ્યાન વિવાહ, કર, ગૃહપ્રવેશ, મકાન-વાહનની ખરીદી વગેરે કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે. આ વખતે હોલિકા દહેન 18 માર્ચ 2022ના થશે. એટલા માટે હોળાષ્ટક હોળીના 8 દિવસ પહેલા એટલે કે 10 માર્ચ 2022થી લાગી જશે. હોલિકા દહન 17 માર્ચ ગુરુવારના દિવસે છે.


