રોહિતનો એક શોટ સ્ટેડીયમમાં મેચ જોવા આવેલ નાની છોકરી માટે ઘણો ઘાતક સાબિત થયો હતો. જે જોઇને બધા ચોંકી ગયા હતા.
પહેલી વનડેમાં ભારતે ઈંગ્લેન્ડને 10 વિકેટથી પરાજય આપીને શુભ શરુઆત કરી હતી. ભારતની ઘાતક બોલિંગને કારણે ઈંગ્લેન્ડ 25 ઓવરમાં 110 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. 111 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડીયાની ઓપનિંગ જોડીએ પણ તરખાટ મચાવ્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ શાનદાર રમત રમીને અડધી સદી ફટકારી હતી અને શિખર ધવને પણ 31 રન ફટકાર્યાં હતા.
- Advertisement -
https://twitter.com/SoniGup46462554/status/1546878622845501442?
જો કે એ સમયે રોહિતનો એક શોટ સ્ટેડીયમમાં મેચ જોવા આવેલ નાની છોકરી માટે ઘણો ઘાતક સાબિત થયો હતો. જે જોઇને બધા ચોંકી ગયા હતા અને થોડા સમય સુધી મેચ અટકાવવામાં પણ આવ્યો હતો. રોહિત શર્માએ પાંચમાં ઓવરમાં એક જોરદાર છગ્ગો માર્યો હતો અને એ સમયે એ જ બોલથી મેચ જોવા આવેલ નાની છોકરી ઘાયલ થઇ ગઈ હતી. રોહિતનો એ શોટ શીધો છોકરીને વાગ્યો હતો. એ સમયે ડેવિડ વિલ બોલિંગ કરી રહ્યા હતા.
આ ઘટના પછી ઇંગ્લેન્ડના ફીજીયો સ્ટાફ એ બાળકીના ઈલાજ માટે દોડી પડ્યા હતા અને એ સમયે મેચ થોડી વખત માટે અટકાવવામાં આવ્યો હતો. હાલ એ વીડીઓ સોશ્યલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે.
- Advertisement -
When we criticise them on the wrong part, we should praise here as well ! Excellent gesture by Eng to send their team physios to check that girl who got hit by Rohit Sharma's Six!🙌❤️ pic.twitter.com/QsYkydEBCS
— Shantanu 🏏🎧 (@Shantanu630) July 12, 2022
ભારતે 48 વર્ષ બાદ ઈંગ્લેન્ડને વનડેમા પરાજય આપ્યો છે. આ પહેલા 1974ની સાલમાં ભારત અંગ્રેજોની સામે પહેલી વનડે મેચ રમ્યું હતું અને તેમાં તેનો વિજય થયો છે. ઈંગ્લેન્ડની ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ માટે ઉતરી હતી. પરંતુ ઈંગ્લેન્ડના ક્રિકેટરો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની ઘાતક બોલિંગનો શિકાર બન્યા હતા. ઈંગ્લેન્ડની ઓપનિંગ જોડીને સાવ સસ્તામાં આઉટ કરાવી દીધી હતી. એટલું જ નહી પરંતુ જસપ્રીત બુમરાહે સૌથી વધારે 6 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડે શરૂઆતની ત્રણ વિકેટ માત્ર 7 રનમાં અને 26ના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
A clinical performance from #TeamIndia to beat England by 10 wickets 👏👏
We go 1️⃣-0️⃣ up in the series 👌
Scorecard ▶️ https://t.co/8E3nGmlNOh #ENGvIND pic.twitter.com/zpdix7PmTf
— BCCI (@BCCI) July 12, 2022
ભારતીય બોલરો સામે ઈંગ્લેન્ડના 4 ખેલાડીઓને ખાતું ખોલવાનો પણ મોકો આપવામાં ન આવ્યો હતો તેમાં Jason Roy, Joe Root, Liam Livingstone અને Ben Stokes ના દિગ્ગજ ખેલાડીઓના નામ સામેલ છે, સૌથી વધુ રન ઈંગ્લેન્ડના કેપ્ટન Jos Buttler કર્યા હતા, તેને 32 બોલમાં 30 રન કર્યા હતા.