ચોટીલા પ્રાંત અધિકારીએ 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા થાનગઢ તાલુકાના વિજળીયા ગામે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું જે દરમિયાન વીજળીયા ગામના સીમ વિસ્તારમાં ગેરકાયદેસર સફેદ માટીનું ખનન થતું હોવાની સામે આવ્યું હતું પરંતુ અહીં ચોટીલા પ્રાંત અધિકારી સ્થળ પર પહોંચે તે પૂર્વે જ ખનન કરતા હિટાચી મશીન દૂર લઈ છુપાવી દીધું હારી છતાં પ્રાંતબાધિકારી અને ટીમ દ્વારા સફેદ માટીના ખનન થતાં સ્થળથી 50 મીટર દૂર છુપાવેલ હિટાચી મળીને શોધી લઈ 40 લાખનો મુદામાલ જપ્ત કરી હિટાચી માલિક વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.



