પીઆઈ એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજીની કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગઈકાલે રાજકોટ શહેર એસઓજીએસ દેશી તમંચા સાથે હિસ્ટ્રીશીટર આરોપીને ઝડપી લીધો હતો. દુધસાગર રોડ પર ભગવતી સોસાયટીમાં ભાડાની ઓરડીમાં રહેતા ફિરોઝ સોલંકી સામે અગાઉ મારામારી સહિતના ગુના નોંધાઇ ચુક્યા છે.
- Advertisement -
તેણે ક્યાં ઇરાદે હથિયાર પોતાની પાસે રાખ્યું હતું અને કોની પાસેથી લાવ્યો હતો તે અંગે તપાસ હાથ ધરી છે. જેથી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.જે.કામળીયા તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ.કોન્સ. દિપકભાઈ ડાંગર અને કોન્સ્ટેબલ કિશોરભાઇ ઘુઘલને સંયુકત રીતે બાતમી મળી હતી કે, 80 ફુટ રોડ અમુલ સર્કલથી આગળ ભગવતી ટેક્નો કારખાનાના ખુણા પાસે આરોપી ફિરોઝ ઇકબાલ સોલંકી (ઉ.વ.35, રહે. દુધસાગર મે. રોડ ભગવતી સોસાયટી શેરી નં.ર ભાડાની ઓરડીમાં) જાહેરમાં ઉભો છે. તેની પાસે ગેરકાયદેસર હથિયાર છે. તુરંત એસઓજી ટીમ બાતમી વાળા સ્થળે પહોંચી હતી અને આરોપીની ઝડતી લેતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. એસઓજી ટીમે રૂ.5000ની કિંમતનો તમંચો કબ્જે કરી ડીસીબી પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરવા અને રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.