UK અને યુરોપમાંથી ચોરેલી કલાકૃતિઓનો મોટો જથ્થો DRIએ પકડી પાડ્યો
ક્ધટેનરમાંથી જૂની મૂર્તિઓ, વિન્ટેજ વાસણો, પેઇન્ટિંગ્સ, એન્ટિક ફર્નિચર અને અન્ય મૂલ્યવાન હેરિટેજ સામાન મળી આવ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કચ્છના મુન્દ્રા પોર્ટ પર ઉછઈંની મોટી કાર્યવાહી સામે આવી છે. ડ્રગ્સને બદલે ઉછઈંના હાથે અદભૂત કલાકૃતિઓ મળી આવી છે. ઝડપાયેલા મુદ્દામાલની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 26 કરોડ 8 લાખ હોવાનું જાણવા મળ્યું છે. ઞઊં અને યુરોપમાંથી ચોરેલી કલાકૃતિઓનો મોટો જથ્થો મળ્યો છે. જેમાં ઉડાણ પૂર્વક તપાસમાં કરવામાં આવશે તો અનેક ઘટસ્ફોટ થઈ શકે છે. ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈએ જેબેલ અલી, યુએઈથી આયાત કરવામાં આવી રહેલા એક આયાત ક્ધટેનરની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ક્ધટેનરમાં જૂની મૂર્તિઓ, વિન્ટેજ વાસણો, પેઇન્ટિંગ્સ, એન્ટિક ફર્નિચર અને અન્ય મૂલ્યવાન હેરિટેજ સામાન હોવાનું જણાયું હતું.
જેમાં કેટલાક લેખો 19મી સદીના છે. જે લેખો કિંમતી પથ્થરો, સોના, ચાંદીના બનેલા છે. જપ્ત કરાયેલી મોટાભાગની વસ્તુઓ યુરોપિયન દેશો, ખાસ કરીને યુકે અને નેધરલેન્ડની છે. ઉછઈંએ વિન્ટેજ આર્ટિકલ, પ્રાચીન વસ્તુઓ અને ઐતિહાસિક કલાકૃતિઓ જપ્ત કરી છે જેની કિંમત રૂ. 26.08 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.