આજે વિશ્વ હેરિટેજ દિવસ
જૂનાગઢની ઐતિહાસિક ધરોહરની વરવી વાસ્તવિકતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જીલ્લો નવાબી નગરી તરીકે ઓળખાય છે ત્યારે જૂનાગઢ સહિત માણાવદર, બાંટવા અને સરદારગઢ એ આઝાદી પહેલા સ્ટેટ તરીકે ઓળખાતા હતા પરંતુ રાજાશાહી વખતની ઇમારતો ખંઢેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. આજે વિશ્વ હેરીટેજ દિવસ છે ત્યારે ઐતિહાસિક ધરોહરથી ધરબાયેલ આ જિલ્લાની અનેક ઇમારતો હાલ ખંઢેર હાલતમાં ફેરવાઈ ગઈ છે ત્યારે રાજ્ય સરકાર એક બાજુ આવી ઇમારતોની જાળવણી કરવા માટે મોટી મોટી જાહેરાતો કરી રહી છે પરંતુ વાસ્તવિક ચિત્ર તો આ ઇમારતો જે હાલતમાં છે તેજ કહી શકે છે. ત્યારે માણાવદર વિસ્તારની જોરાવર પેલેસ, દરબારગઢ, જૂની હવેલી, નવાબી સ્વિમિંગ પૂલ, જેવી અનેક ઇમારતો હાલ ધૂળના થર જામ્યા છે અને બિલ્ડિંગો નષ્ટ થવાના આરે ઉભી છે રાજ્ય સરકારનું પુરાતત્વ વિભાગ આ બાબતે યોગ્ય પગલાં ભરે અને હેરિટેજમાં સ્થાન આપે તેવી માંગ ઉઠી છે.


