દરરોજ મહાઆરતી, વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો, વિવિધ સ્પર્ધા યોજાશે
સુંદર થીમ સાથે લાઈટીંગનો ઝગમગાટ, જાગનાથ મંદિરેથી વાજતે ગાજતે લાવવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સર્વેશ્ર્વર ચોક- યાજ્ઞિક રોડ ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે સતત છઠ્ઠા વર્ષે આ મહોત્સવનું સુંદર આયોજન કર્યું છે. જેમાં અવનવા સામાજીક કાર્યો સાથે સંસ્કૃતિ કાર્યક્રમો પણ રાખવામાં આવ્યો છે.
વિશેષમાં આ વર્ષે તો 75 બાય પપના વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો. જેમાં સુંદર સજાવટ એલ.ઇ.ડી. સ્ક્રીન ફાઉન્ટન વગેરેનું પણ મેનેજમેન્ટ કરી સાથો સાથ સુંદર લાઇટિંગ – એરકુલરની વ્યવસ્થા કરી ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવનાર છે. તા.31/8/2022ના સવારે 10-00 વાગ્યે જાગનાથ મંદિરથી વાજતે ગાજતે દાદાને લઇને સર્વેશ્ર્વર ચોક ગણપતિ મહોત્સવના પંડાલમાં સ્થાપના કરવામાં આવશે.
દરરોજ સવારે 7-30 વાગ્યે તથા સાંજે 7-00 વાગ્યે મહાઆરતી કરવામાં આવશે. સર્વેશ્ર્વર ચોક ગણપતિ મહોત્સવ પ્રમુખ કેતનભાઇ સાપરીયા જણાવે છે કે, આ વર્ષે સુવ્યવસ્થિત સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાદ ઘર, બુટ ચપલની વ્યવસ્થા પણ સુંદર રીતે કરવામાં આવ્યું છે. સાથો સાથ સુંદર થીમ સાથે લાઇટિંગનો ઝગઝગાટ કરવામાં આવે છે. તેમાં સૌથી વધુ આકર્ષક પંડાલમાં ફાઉન્ટન રાખવામાં આવ્યું છે. તેમજ શંકર મહાદેવની સુંદર મુર્તિના પણ આ વખતે સર્વેને દર્શન થવાના છે. આકર્ષક ગેઇટ, રોશની અવનવા સામાજીક કાર્યો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે.
- Advertisement -
વધુમાં રાજકોટના તમામ ભાવિકો આ અલભ્ય દર્શન સાથે મહાઆરતીનો લાભ લે તેવી સર્વે રાજકોટવાસીઓને પ્રમુખ કેતનભાઇ તથા સર્વે કમિટી મેમ્બરો દ્વારા અપીલ કરવામાં આવી છે. આવનાર દિવસોમાં તા.31/8/22ના સોમવારે 10 વાગ્યે સ્થાપના કરવામાં આવશે. તા.1-9-22 રાત્રે 8-00 સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી છે. તા.3-9ના વૃધ્ધાશ્રમના વૃદ્ધો, બહેનો-ભાઇઓ માટે મહાપ્રસાદ આપવામાં આવશે. રાત્રે 8 વાગ્યે તા.4-9ના રોજ સાંજે પ વાગ્યે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે. તા.5-9ના રોજ અનાથાશ્રમના બાળકોને રાતે 8 વાગ્યે જમણવાર રાખવામાં આવ્યો છે. તા.6-9ના રોજ અન્નકોટના દર્શન સાંજે 6-30એ ખુલ્લા મુકવામાં આવશે. તા.7-9ના રોજ રાતે 9 વાગ્યે શ્રીનાથજીની ઝાંખી સમાના દર્શન રાખવામાં આવેલા છે. જેમાં યાશીફ ઝરીયા અને એમની 35 મેમ્બરની ટીમ પ્રસ્તુત કરશે. તા.9-9ના સવારે 10 વાગ્યે વિર્સજન યાત્રા સર્વેશ્ર્વર ચોક ખાતે નીકળશે.
તો સર્વેભાવિક ભકતોની બહોળી સંખ્યામાં આ ગણપતિ મહોત્સવનો લાભ લે તેવી આશા સાથે સર્વેને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે. આ સમગ્ર આયોજનમાં સર્વેશ્ર્વર ગણપતિ મહોત્સવ સર્વે હોદ્દેદારો – કમિટી મેમ્બરે તન મન ધનથી છેલ્લા ર0 દિવસથી જહેમત ઉઠાવે છે. જેમાં પ્રમુખ કેતન સાપરીયા, જતીન માનસતા, અલ્લાઉદીન કારીયાણી, વિપુલ ગોહેલ, સમીર દોશી, સુધીરસિંહ જાડેજા, રાજુ કિકાણી, હિતેષ કારિયા, દિલીપસિંહ જાડેજા, રાજુ જાની, બહાદુરસિંહ કોટીલા, અનિલ તન્ના, હિતેષ મહેતા, પુષ્પરાજસિંહ જાડેજા, શૈલેષ પરમાર, દિપક ચંદારાણા, જયેશ જોષી, મુકેશ વાઘેલા, ગોવિંદ બોરીયા, અશોક સામાણી, અતુલ કોઠારી, ગુલાબસિંહ સાથે 70 જેટલા કમિટી મેમ્બરો જહેમત ઉઠાવે છે તેની સાથે દિપકભાઇ સાપરીયા તથા હિમાશું કોટેચા પણ ખભે ખભા મીલાવી કામગીરી રહ્યા છે. ઉપરોકત સમગ્ર આયોજનમાં વોટર વર્કસ કમિટીના ચેરમેન દેવાંગભાઇ માંકડનું માર્ગદર્શન મળ રહ્યું છે. મંડપ સજાવટ અશોકભાઇ, લાઇટિંગ જુગલભાઇ, એલઇડી મહર્ષીભાઇ પાઠક દ્વારા કરવામાં આવી છે.