જાણીતા કાર એમ્બેસેડરની ઉત્પાદક કંપની હિન્દુસ્તાન મોટર્સ પણ આગામી વર્ષે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ રજૂ કરવાની તૈયારી કરી રહી છે.
હિન્દુસ્તાન મોટર્સ પણ EV બનાવશે
છેલ્લા કેટલાક સમયથી ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં તેજી જોવા મળી છે. ટુ વ્હીલર ઈલેકટ્રીક વાહનોના વેચાણમાં પણ વધારો થઈ રહ્યો છે. ઘણા લોકો તેમને ખરીદવાનું વિચારી રહ્યા છે. તેને જોતા ઘણી નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ બજારમાં આવી છે, જે ટૂ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો બનાવી રહી છે. એટલું જ નહીં પોતાના જમાનાની જાણીતી કાર એમ્બેસેડરની ઉત્પાદક કંપની હિન્દુસ્તાન મોટર્સ પણ આગામી વર્ષે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે યુરોપિયન ભાગીદાર સાથે સંયુક્ત સાહસમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ લોન્ચ કરવાનો વિચાર છે. તેમણે કહ્યું કે કંપની આવનારા સમયમાં ઇલેક્ટ્રિક ફોર વ્હીલર્સ પણ બનાવી શકે છે.
- Advertisement -
રીપોર્ટ બનાવવાનું ચાલુ
હિન્દુસ્તાન મોટર્સના ડિરેક્ટર ઉત્તમ બોઝના જણાવ્યા અનુસાર બંને કંપનીઓની નાણાકીય તપાસ જુલાઈમાં શરૂ થશે, જેમાં બે મહિનાનો સમય લાગશે. તે પછી સંયુક્ત સાહસના તકનીકી પાસાઓ પર વિચાર કરવામાં આવશે. હજુ એક મહિનો લાગશે. “તે પછી જ રોકાણના માળખા અંગે નિર્ણય લેવામાં આવશે અને નવી કંપનીની રચના કરવામાં આવશે. આ કવાયત 15 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.”
પહેલા પાયલોટ ટ્રાયલ શરૂ થશે
બોઝે જણાવ્યું હતું કે નવા યુનિટની રચના બાદ આ પ્રોજેક્ટની પાયલોટ ટ્રાયલ શરૂ કરવા માટે વધુ બે ક્વાર્ટરની જરૂર પડશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં ફાઇનલ પ્રોડક્ટ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. તેમણે જણાવ્યું હતું કે, “ટુ-વ્હીલર પ્રોજેક્ટ પૂર્ણ થયાના બે વર્ષ પછી, ફોર-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનના નિર્માણ અંગેનો નિર્ણય લેવામાં આવશે.”
ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બજારમાં લાવશે
એક સમય હતો જ્યારે હિન્દુસ્તાન મોટર્સની એમ્બેસેડર કારનો પોતાનો જલવો રહેતો હતો. શક્તિશાળી અને પ્રખ્યાત લોકો એમ્બેસેડર કારમાં ડ્રાઇવિંગ કરતા હતા, પરંતુ 2014 માં તેનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે, લગભગ આઠ વર્ષ પછી, હિન્દુસ્તાન મોટર્સ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બજારમાં પ્રવેશવાની યોજના બનાવી રહી છે. જો તે પોતાનું ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બજારમાં લાવશે તો તેની સાથે જોડાયેલી લોકોની જૂની યાદો ફરી એકવાર તાજી થઇ જશે.