ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.24
ગણેશ મહોત્સવ પૂરા થયા બાદ મનપા દ્વારા શહેરમાં મૂર્તિઓના કલેક્શન પોઇન્ટ પર 500થી વધુ મૂર્તિઓ એકત્ર કરવામાં આવી હતી અને શોભેશ્વર રોડ પરના પિકનિક સેન્ટર ખાતે વિસર્જિત કરવામાં આવી હતી.જોકે, વિસર્જન બાદ મૂર્તિઓને યોગ્ય સ્થળે ન રાખી શકાય તેવી સ્થિતિ બની છે, જેના કારણે લોકોની આસ્થા સાથે ખિલવાડ થયો હોવાનો આક્ષેપ છે. આ અંગે હિંદુ સંગઠનોને જાણ થતા તેમણે તંત્રને તાત્કાલિક મૂર્તિઓના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી. સંગઠનોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે, તો તેઓ આ મુદ્દે આંદોલન કરવાની તૈયારી ધરાવે છે.
હિંદુ સંગઠનોને મૂર્તિ વિસર્જન પછીના અવ્યસ્થિત નિકાલથી આંચકો: તંત્રને તાત્કાલિક કાર્યવાહીની માંગ
