ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનમાં હિન્દુ ડોકટરની ઘાતકી હત્યા થતા સનસનાટી મચી ગઈ છે.એક મહિનામાં આ પ્રકારના બીજા બનાવથી હિન્દુઓમાં આક્રોશ ફેલાયો છે.કરાંચીની સરકારી હોસ્પીટલમાં ફરજ બજાવીને નિવૃત થયેલા ડો.બિરબલ ગોનાણીની જાહેર માર્ગ પર ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી.
આ બનાવમાં તેમના સહાયક ઘાયલ થયા હતા બન્ને કારમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો.આ હુમલો ‘ટાર્ગેટ કીલીંગ’નો હોવાની શંકા છે. પાકિસ્તાનમાં હિન્દુ ડોકટર પર હુમલાનો એક મહિનામાં આ બીજો બનાવ છે. આ પૂર્વે પાકના હૈદરાબાદમાં હિન્દુ તબીબ ધરમદેવ રાઠીની ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી.