વિદેશી મીડિયાના સમાચાર અમારી કંપનીને નીચા પાડવાનો પ્રયાસ
સુપ્રીમ કોર્ટની નિમાયેલી સમિતિના રિપોર્ટ મુજબ લઘુત્તમ પબ્લિક શેર હોલ્ડિંગની આવશ્યકતાઓનો ભંગ અથવા શેરના ભાવમાં હેરફેરનો કોઈ પુરાવો મળ્યો નથી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અદાણી ગૃપે સ્પષ્ટતા કરી છે કે, તથ્ય વિહીન હિંડનબર્ગ રિપોર્ટની ફરી એ જ બાબતોને લઇ ફરી આરોપોને અમે સ્પષ્ટપણે નકારીએ છીએ. આ સમાચાર અહેવાલો અમોને નીચા પાડવાનો વધુ એક સંયુક્ત પ્રયાસ હોવાનું જણાય છે. હકીકતમાં ગયા અઠવાડિયે મીડિયા દ્વારા આવા અહેવાલો વહેતા કરવામાં આવ્યા હતા જે આ અપેક્ષિત હતા.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે ઓવર ઈન્વોઈસિંગ, વિદેશમાં ફંડ ટ્રાન્સફર, સંબંધિત પક્ષકારોના વ્યવહારો અને ઋઙઈંત દ્વારા રોકાણના આરોપોની તપાસ કરી હતી એ તપાસના અંતે એક સ્વતંત્ર નિર્ણાયક સત્તા અને અપિલેટ ટ્રિબ્યુનલ બંનેએ પુષ્ટિ કરી હતી કે કોઈ ઓવર-વેલ્યુએશન થયેલું નથી અને આ વ્યવહારો અમલમાં રહેલા કાયદા અનુસાર હતા. આ બધા દાવાઓ એક દાયકા પહેલા બંધ થયેલા કેસ પર આધારિત છે. આ બાબત માર્ચ 2023માં અંતિમ તબક્કે પહોંચી હતી ત્યારે ભારતની સર્વોચ્ચ અદાલતે અમારી તરફેણમાં સ્પષ્ટ પણે ચુકાદો આપી કોઈ ઓવર-વેલ્યુએશન થયું ન હોવાથી ભંડોળના ટ્રાન્સફર સંબંધી આરોપોની કોઈ સુસંગતતા કે આધાર નથી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ ફોરેન પોર્ટફોલિઓ ઇન્વેસ્ટમેન્ટ(ઋઙઈંત) પહેલેથી જ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની તપાસનો ભાગ છે. સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત થયેલી નિષ્ણાત સમિતિના નોંધ્યા મુજબ લઘુત્તમ પબ્લિક શેર હોલ્ડિંગ (એમપીએસ)ની આવશ્યકતાઓનો ભંગ અથવા શેરના ભાવમાં હેરફેરનો કોઈ પુરાવો મળ્યો નથી.
આ પ્રયાસોનો ઇરાદો અન્ય બાબતોની સાથે અમારા સમૂહના શેરના ભાવમાં ઘટાડો કરીને ફક્ત નફો કમાઇ લેવાનો છે અને આ શોર્ટ સેલર્સની પણ વિવિધ સત્તાવાળાઓ દ્વારા તપાસ ચાલી રહી છે. જ્યારે દેશની સર્વોચ્ચ અદાલત અને સેબી આ બાબતોની દેખરેખ રાખવામાં આવી રહી છે, તેથી હાલ ચાલી રહેલી નિયમનકારી પ્રક્રિયાને માન આપવું આવશ્યક છે.