હિમાલયના ગ્લેશિયર છેલ્લા 10 વર્ષની સરખામણીએ 65 ટકા વધુ ઝડપથી પીગળી રહ્યા છે. એવરેસ્ટ અને K2 જેવી ટોચ બરફથી ઢંકાયેલી રહેતી નથી, જ્યાંના ગ્લેશિયલ ઝડપથી પીગળી રહ્યા છે.
ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD)એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, હિમાલયના ગ્લેશિયર છેલ્લા 10 વર્ષની સરખામણીએ 65 ટકા વધુ ઝડપથી પીગળી રહ્યા છે. 2100 સુધીમાં 75થી 80 ટકા ગ્લેશિયર ઓગળ જશે. ICIMODમાં ભારત નેપાળ, ચીન, મ્યાનમાર, પાકિસ્તાન, ભૂતાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના સભ્ય શામેલ છે.
- Advertisement -
હિમાલય પર રહેલ ગ્લેશિયરથી ભારત, પાકિસ્તાન, ચીન સહિત અનેક એશિયન દેશોના 200 કરોડ લોકોને પીવા માટેનું અને સિંચાઈ માટેનું પાણી મળે છે. આ ગ્લેશિયરમાંથી નીકળતી નદીઓ આ દેશની અર્થવસ્થાને સંભાળે છે. એવરેસ્ટ અને K2 જેવી ટોચ બરફથી ઢંકાયેલી રહેતી નથી, જ્યાંના ગ્લેશિયલ ઝડપથી પીગળી રહ્યા છે.
સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, ગરમી વધી રહી છે અને બરફ પીગળી રહ્યો છે. આ બરફ આટલી ધડપથી પીગળવા લાગશે, તેની કોઈ જાણકારી નહોતી. આ ખૂબ જ ખતરનાક પરિસ્થિતિ છે. આગામી 100 વર્ષમાં તમામ ગ્લેશિયર અને નદીઓ સમાપ્ત થઈ જશે, ત્યાર પથી કેટલીખ ખરાબ પરિસ્થિતિ ઉત્પન્ન થશે, તેની કલ્પના પણ ના કરી શકાય.
હિંદુકુશ હિમાલય વિસ્તાર 3,500 કિલોમીટર સુધી છે. જે અફઘાનિસ્તાનથી લઈને બાંગ્લાદેશ, ભૂતાન, ચીન, ભારત, મ્યાનમાર, નેપાળ અને પાકિસ્તાનમાંથી પસાર થાય છે. જ્યાંના ગ્લેશિયરમાંથી નીકળતી નદીઓથી પહાડીય વિસ્તારોમાં 24 કરોડ લોકોને પાણી મળી રહ્યું છે.
- Advertisement -
નીચેના મેદાની વિસ્તારમાં રહેતા 165 કરોડ લોકોને નીચેથી પસાર થતી નદીઓમાંથી પાણી મળી રહ્યું છે. કાર્બન ઉત્સર્જન થઈ રહ્યું છે, તે અનુસાર આ સદીના અંત સુધીમાં 75થી 80 ટકા ગ્લેશિયર પીગળી જશે. પ્રી ઈન્ડસ્ટ્રીયલ સમય અનુસાર તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થતા 30થી 50 ટકા બરફ ઓગળી જશે.
તાપમાન 2100થી વધીને 3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તો નેપાળ, ભૂતાન ઉપરના વિસ્તારના ગ્લેશિયરનો 75 ટકા બરફ ઓગળી જશે. તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થાય તો 80 ટકા ગ્લેશિયર ઓગળ જશે. નદીઓ સૂકાવા લાગશે અને જળસ્તર ઓછુ થવા લાગશે.
આ ગ્લેશિયરથી વિશ્વની 12 મુખ્ય નદીઓને પાણી મળે છે; ગંગા, સિંધુ, પીળી નદી, મેકોન્ગ અને ઈરાવડી. આ નદીઓની અલગ અલગ ધારાઓથી કરોડો લોકોને ભોજન, ઊર્જા, સાફ હવા અને પૈસા કમાવવાનો માર્ગ મળે છે. પહાડી સમુદાય ગ્લેશિયરના પાણીનો ઉપયોગ કરે છે.
પહાડો પર ગ્લેશિયર સૂકાવા લાગે તો ઘાસ મળતુ નથી, જેના કારણે યાક અને પહાડી બકરીઓએ વધુ ઉંચાઈ પર જવું પડે છે. જ્યાં ઉંચાઈ પરથી પડવાને કારણે તેમનું મોત થઈ જાય છે, જેના કારણે ખેડૂતોને નુકસાન થાય છે.