હિમાલયની ઉંચી ઊંચાઈઓમાં, જ્યાં વાદળો બરફથી ઢંકાયેલા શિખરો પર ફરે છે, ત્યાં પવન દ્વારા એક ખતરનાક રહસ્ય ફેલાયેલું છે. એક નવા વૈજ્ઞાનિક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વાદળો – જે એક સમયે સૌથી શુદ્ધ પીવાનું પાણી આપતા હોવાનું માનવામાં આવતું હતું – પ્રદૂષિત નીચાણવાળા પ્રદેશોમાંથી ઝેરી ભારે ધાતુઓને શાંતિથી પૃથ્વીના કેટલાક ઉચ્ચતમ, સૌથી નાજુક ઇકોસિસ્ટમમાં લઈ જઈ રહ્યા છે.
તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, વાદળો દ્વારા ધૂળ અને પ્રદૂષણથી ભરેલી જીવલેણ ધાતુઓ ભારતના પર્વતીય વિસ્તારો, જેમ કે પૂર્વ હિમાલય અને પશ્ચિમ ઘાટમાં પહોંચી રહી છે. આ ધાતુઓ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઉભો કરી રહી છે. ચાલો સમજીએ કે આપણે આનાથી શું જોખમ છે ?
- Advertisement -
શું છે જીવલેણ ધાતુઓ?
આ સ્ટડી એન્વાયર્નમેન્ટલ એડવાન્સિસ જર્નલમાં પ્રકાશિત થઈ છે. આ રિપોર્ટ દર્શાવે છે કે વાદળો કેડમિયમ (Cd), નિકલ (Ni), કોપર (Cu), ક્રોમિયમ (Cr) અને ઝીંક (Zn) જેવી જીવલેણ ધાતુઓને લઈને આવે છે. આ ધાતુઓ માત્ર ન કેન્સર જેવા ખતરનાક રોગોનું કારણ બની શકે છે, પરંતુ તે બાળકોમાં હાડકાની નબળાઈ, કિડનીની સમસ્યાઓ અને માનસિક વિકાસની સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે. કોલકાતાની બોઝ ઈન્સ્ટિટ્યૂટના વિજ્ઞાનીઓએ આ રિસર્ચ કર્યું છે.
વિજ્ઞાનીઓએ ઉનાળાના છેલ્લા દિવસોથી લઈને 2022માં ચોમાસાની શરૂઆત સુધીના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ પશ્ચિમ ઘાટમાં મહાબળેશ્વર (IITM કેમ્પસ) અને પૂર્વ હિમાલયમાં દાર્જિલિંગ (બોસ ઈન્સ્ટિટ્યૂટ) માંથી લેવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે ચોમાસાના વાદળો બંગાળની ખાડી દ્વારા પશ્ચિમ ઘાટથી થઈને હિમાલય સુધી પહોંચે છે. તેમણે એવા વાદળોનો અભ્યાસ કર્યો જે વરસાદ નથી પાડતા (નૉન-પ્રેસિપિટેટિંગ ક્લાઉડ). તેમને જાણવા મળ્યું કે તેમાં ધાતુઓનું પ્રમાણ વધુ છે.
- Advertisement -
આ ધાતુઓ સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?
આ ધાતુઓ હવામાં તરતી રહે છે અને શ્વાસ લેવાથી, પીવાના પાણીથી કે ત્વચાના સંપર્કથી શરીરમાં પ્રવેશ કરે છે. આનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે.
નિકલ (Ni) અને ક્રોમિયમ (Cr): ત્વચા પર એલર્જી અને અસ્થમા જેવી સમસ્યાઓનું કારણ બને છે.
કેડમિયમ (Cd): હાડકાં નબળા પાડે છે અને કિડનીને નુકસાન પહોંચાડે છે.
લાંબા સમય સુધી અસર: ફેફસાં, લીવર અને કિડનીની જૂની બીમારીઓ, હૃદય રોગ અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે.
બાળકોને જોખમ: બાળકો આ ધાતુઓથી 30% વધુ પ્રભાવિત થઈ શકે છે, જેના કારણે ફેફસાનું કેન્સર, હૃદય રોગ અને માનસિક મંદતાનું જોખમ વધી શકે છે.
વિજ્ઞાનીઓએ જણાવ્યું કે, સૂર્યપ્રકાશમાં આ ધાતુઓ રિએક્ટિવ ઓક્સિજન સ્પીશીઝ (ROS) ઉત્પન્ન કરે છે, જે DNAને નુકસાન પહોંચાડીને કેન્સરનું કારણ બની શકે છે.
ક્યાંથી આવી રહી છે આ ધાતુઓ?
આ ધાતુઓ મેદાનો વાળા વિસ્તારોમાંથી વાદળો દ્વારા પર્વતો સુધી પહોંચી રહી છે. તેના માટે માનવ પ્રવૃત્તિઓ જવાબદાર છે.
ટ્રાફિક અને પ્રદૂષણ: રસ્તાની ધૂળ, વાહનોનો ધુમાડો અને કોલસાનો ઉપયોગ.
શહેરી કચરો: શહેરોમાં કચરો બાળવાથી ધાતુઓ હવામાં ભળી જાય છે.
પ્રકૃતિનું યોગદાન: માટીના ધોવાણને કારણે પણ ધાતુઓ વાદળોમાં ભળી જાય છે.
સ્ટડી દર્શાવે છે કે, પ્રદૂષિત શહેરોના વાદળો ગ્રામીણ વિસ્તારોના વાદળો કરતાં વધુ ધાતુઓથી ભરેલા હોય છે. જે વાદળો વરસાદ નથી પાડતા તેમાં ધાતુઓનું પ્રમાણ વધુ હોય છે.
પર્વતોની હવા સ્વચ્છ નથી?
આપણે વિચારીએ છીએ કે પર્વતોમાં હવા અને વાદળો સ્વચ્છ હોય છે, પરંતુ આ સાચું નથી. મહાબળેશ્વરમાં મૉનસૂન દરમિયાન વાહનો અને પ્રવાસીઓને કારણે પ્રદૂષણ વધે છે. દાર્જિલિંગમાં વાહનોના ધુમાડા, બાયોમાસ સળગાવવા અને કોલસા અને ડીઝલથી ચાલતી ટૉય ટ્રેનોના કારણે હવા પ્રદૂષિત થઈ રહી છે. પ્રવાસીઓ પર્વતોની સુંદરતા અને સ્વચ્છ હવા માટે ત્યાં જાય છે, પરંતુ હવે એવું લાગે છે કે આ ધોકો થઈ શકે છે.
શું જોખમ છે અને શું કરવું?
આ ધાતુઓ માત્ર માનવોને જ નહીં પરંતુ પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી રહી છે. તે શ્વાસ લેવા, પીવાના પાણી અથવા ત્વચાના સંપર્ક દ્વારા સ્વાસ્થ્યને અસર કરે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વધુ જોખમ રહેલું છે.
હેલ્થ રિસ્ક: કેન્સર, અસ્થમા, કિડની રોગ અને માનસિક વિકાસમાં અવરોધ.
પર્યાવરણ: પર્વતોની ઈકોલોજી બગડી રહી છે, જે છોડ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડી શકે છે.