-189ના મોત, 650 માર્ગો બંધ: સેંકડો મકાનો ધરાશાયી
હિમાચલપ્રદેશમાં છેલ્લા 75 વર્ષમાં વરસાદે સર્જી ન હોય તેવી ખાનાખરાબી સર્જાઈ છે અને રાજયમાં માલ-મિલ્કતને રૂા.8 હજાર કરોડનું નુકશાન થયું છે તથા 189થી વધુ લોકો માર્યા ગયા છે જયારે 34થી વધુ લોકો લાપતા છે.
- Advertisement -
રાજય વિધાનસભામાં આ અંગે માહિતી આપતા રાજયના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજયમાં 75 વર્ષની સૌથી મોટી તબાહી વરસાદે નોંધાવી છે. 702 ઘર પુરી રીતે નાસ પામ્યા છે. 7161 ઘર આંશિક રીતે તૂટયા છે અને 650થી વધુ સડકો બંધ છે.
રાજયમાં જે રીતે ભારે વરસાદે ભેખડો ધસી પડવાની ઘટનાઓ બની છે તેની અસર ટુરીઝમ પર પણ થઈ છે. હજુ છ દિવસ વરસાદી એલર્ટ છે. કુલ્લુ સહિતના ક્ષેત્રોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને મોટાભાગના વિસ્તારોમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- Advertisement -