હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો નવેસરથી પ્રકોપ, મુખ્ય રાજમાર્ગો બંધ
IMDના પ્રાદેશિક કેન્દ્રે આગામી ચાર દિવસમાં હિમાચલ પ્રદેશના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે.
- Advertisement -
મંડીના એસપી સાક્ષી વર્માને ટાંકીને ANIએ અહેવાલ આપ્યો છે કે, હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં શુક્રવારે પાંડોહ ડેમ નજીક ભૂસ્ખલન થતાં ચંદીગઢ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો હતો.
હિમાચલમાં ત્રણ સ્થળોએ આભ ફાટ્યું
શુક્રવારે હિમાચલની લાહૌલ ખીણમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યા હતા. સવારે ટીંડી નજીક પુહરે નાલામાં પૂરને કારણે એક વાહન કાટમાળમાં ફસાઈ ગયું હતું. પૂરને કારણે ઉદયપુર-કિલાડ રોડ પણ બંધ થઈ ગયો હતો, જેને સાંજે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. બીજી ઘટના લાહૌલની યાંગલા ખીણમાં બની હતી. જ્યાં લોકોએ પૂરથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. વાદળ ફાટવાની ત્રીજી ઘટના લાહૌલના જીસ્પાહમાં બની હતી.
- Advertisement -
બે મકાન ધરાશાયી
કાંગડા જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે સાત પશુઓના વાડા અને બે ઘર ધરાશાયી થયા. હરિપુર તાલુકાના ગુલેર ગામમાં ટેકરા પરથી પડી જવાથી 76 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. કાદવની સ્થિતિ વધવાને કારણે, ચંબાના બાજોલી-હોલી અને ગ્રીનકો બુધિલ જળવિદ્યુત પ્રોજેક્ટ સલામતીના કારણોસર અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યા છે.
દરમિયાન, પ્રાદેશિક હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં રાજ્યમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે.
20 જૂનથી ચોમાસુ શરૂ થયું ત્યારથી ૩૧ જુલાઈ સુધી, હિમાચલ પ્રદેશને રૂ. 1,626 કરોડનું નુકસાન થયું છે. અત્યાર સુધીમાં, વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૯૫ લોકો મૃત્યુ પામ્યા છે અને ૩૬ લોકો ગુમ થયા છે. વધુમાં, ૧,૪૭૨ ઘરોને સંપૂર્ણ અથવા આંશિક રીતે નુકસાન થયું છે.
અધિકારીઓએ એ પણ અહેવાલ આપ્યો છે કે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 44 અચાનક પૂર, 27 વાદળ ફાટવાના બનાવો અને 40 મોટા ભૂસ્ખલનનો અનુભવ થયો છે




