હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારની નવી પહેલ
દિકરીઓના લગ્નની વયને લઈને હિમાચલ પ્રદેશે નવી પહેલ કરી છે. દીકરીના લગ્નની લઘુતમ વય 21 વર્ષ કરનાર પ્રથમ રાજય બનશે. રાજયની બધી દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને કરિયર બનાવી શકે એટલા માટે રાજયની કોંગ્રેસ સરકારે મોટો નિર્ણય લીધો છે.
- Advertisement -
બાલવિવાહ પ્રતિષેધ (હિમાચલ પ્રદેશ સંશોધન) વિધેયક મંગળવારે વિધાનસભામાં પસાર કરાયું હતું. આ વિધેયક કોઈપણ ચર્ચા વિના પસાર થયું હતું. હવે રાજયપાલની મંજુરી બાદ રાજયમાં લાગુ પડશે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં લગ્ન માટે છોકરીઓની ન્યુનતમ વય 21 વર્ષ કરવા માટે કેન્દ્ર સરકાર 2021થી પ્રયાસ કરી રહી છે. જયા જેટલીની અધ્યક્ષતામાં રચાયેલ ટાસ્ક ફોર્સે ભલામણ કરી હતી કે છોકરીઓની વય 21 વર્ષ હોવી જોઈએ.